મથુરા શાહી ઈદગાહનો સર્વે નહીં થાય, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર લગાવી રોક

મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો હસ્તક્ષેપ કર્યો છે. હાલ શાહી ઈદગાહ-મસ્જિદમાં સર્વે થશે નહીં. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિયુક્તિના નિર્ણય પર રોક લગાવી છે.

મથુરા શાહી ઈદગાહનો સર્વે નહીં થાય, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર લગાવી રોક

મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો હસ્તક્ષેપ કર્યો છે. હાલ શાહી ઈદગાહ-મસ્જિદમાં સર્વે થશે નહીં. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિયુક્તિના નિર્ણય પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે, પરંતુ કોર્ટ કમિશનરની નિયુક્તિ પર વચગાળાની રોક રહેશે. સુપ્રીમ કોર્ટ આ મામલે 23 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આયોગનો આદેશ આગામી સુનાવણી સુધી લાગુ કરી શકાશે નહીં. 

સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમારી અરજી ખુબ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે તમે શું ઈચ્છો છો. આ ઉપરાંત ટ્રાન્સફરનો મામલો પણ આ કોર્ટમાં પેન્ડિંગ છે. અમારે તેના ઉપર પણ નિર્ણય લેવાનો છે. 

— ANI (@ANI) January 16, 2024

અત્રે જણાવવાનું કે મથુરા કૃષ્ણ જન્મભૂમિ સંબંધિત 18 અરજીઓને મથુરા જિલ્લા કોર્ટથી હાઈકોર્ટ ટ્રાન્સફર કરવા પર રોક લગાવવાની માંગણીવાળી મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી થઈ. મુસ્લિમ પક્ષ તરફથી ઈદગાહ કમિટીએ હાઈકોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિયુક્તિ કરવાના મામલે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાની પણ માંગણી કરી હતી. 

ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલ આ મામલે કોઈ આદેશ અપાશે નહીં. 14 ડિસેમ્બરના રોજ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ મામલે સર્વેક્ષણ માટે અલાહાબાદ હાઈકોર્ટના કોર્ટ કમિશનર નિયુક્ત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મસ્જિદ ઈન્તઝામિયા કમિટીએ સુપ્રીમ કોર્ટને આ મામલે તત્કાળ સુનાવણીની ગુહાર લગાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news