ભારતની પહેલી ટ્રાન્સઝેન્ડર વકીલ બન્યા સત્ય શ્રી શર્મિલા

યાશીની ભારત પ્રથમ ટ્રાન્સઝેન્ડર પોલીસ સબ ઇન્સપેક્ટરનું પદ સંભાળ્યું હતું, જ્યારે અક્કાઇ પદ્મશાળી પ્રથમ ડોક્ટરેક બન્યા હતા

ભારતની પહેલી ટ્રાન્સઝેન્ડર વકીલ બન્યા સત્ય શ્રી શર્મિલા

ચેન્નાઇ : સમાજમાં ધીરે-ધીરે પણ ટ્રાન્સજેન્ડર સમુહનાં લોકોને ઓળખ મળવાની ચાલુ થઇ ગઇ છે. આ ક્રમમાં શનિવારે તમિલનાડુ અને પુડુચેરી બાર કાઉનસિલમાં એક નામ નોંધાયું છે, જેણે ભારતને પહેલુ ટ્રાન્સજેન્ડર વકીલ દીધો. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ટ્રાન્સજેન્ડર સમુદાયનો કોઇ પણ વ્યક્તિ આ પદ પર પહોંચી શક્યા નહોતા. બાર કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સત્યશ્રી શર્મિલા દેશનાં પહેલા ટ્રાન્સજેન્ડર વકીલ બની ગયા. તેમણએ આ સફળતા બાદ કહ્યું કે, મે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. 

— ANI (@ANI) June 30, 2018

હું પોતાના જીવન ઘણા સંઘર્ષો સહી ચુક્યો છું. હું આશા વ્યક્ત કરૂ છું કે મારા સમુદાયનાં લોકો સારૂ કરશે અને દેશનાં ઉચ્ચપદો પર બેસશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જોયિતા મંડળ ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર બનીને ઇતિહાસ બનાવી ચુકી છે. એટલું જ નહી ગત્ત વર્ષે યાશિની ભારતે ટ્રાન્સઝેન્ડર સ્વરૂપે પોલીસ સબ ઇન્સપેક્ટરનું પદ સંભાળ્યું હતું. તે ઉપરાંત ટ્રાન્સઝેન્ડર સમુદાયની પહેલી ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરનાર અક્કાઇ પદ્મશાળીને પણ 2016માં સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. તેઓ સેક્સુઅલ માઇનોરિટી એક્ટિવિસ્ટ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news