Farmers Protest: 4 મહિનામાં ત્રીજીવાર Bharat Bandh કરશે ખેડૂત, સંયુક્ત કિસાન મોરચાએ કરી આ જાહેરાત
નવા કૃષિ કાયદા (Farm Laws) ની વિરૂદ્ધ દિલ્હીની સીમાઓ (Delhi Border) પર બેસીને પ્રદર્શન કરી રહેલા હજારો ખેડૂતો (Farmers Protest) એ ત્રીજીવાર ભારત બંધ (Bharat Bandh)નું આહવાન કર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws) ની વિરૂદ્ધ દિલ્હીની સીમાઓ (Delhi Border) પર બેસીને પ્રદર્શન કરી રહેલા હજારો ખેડૂતો (Farmers Protest) એ ત્રીજીવાર ભારત બંધ (Bharat Bandh)નું આહવાન કર્યું છે. ખેડૂત નેતા બૂટા સિંહ બુર્જગિલએ કહ્યું કે 'આંદોલનના 4 મહિના પુરા થવાના અવસર પર તમામ ખેડૂત 26 માર્ચના રોજ શાંતિપૂર્ણ ભારત બંધ કરશે જે સવારથી સાંજ સુધી લાગૂ રહેશે.
સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે ભારત બંધ
ત્રણેય કેંદ્રીય કૃષિ કાયદા (Farm Laws) ના વિરૂદ્ધ આંદોલનનો માર્ગ પકડી ખેડૂતોનું નેતૃત્વ કરનાર સંગઠનોનું ગ્રુપ સંયુક્ત ખેડૂત મોરચાએ ગુરૂવારે કહ્યું કે 'બંધ દરમિયાન શાંતિ વ્યવસ્થા જળવાઇ રહેશે અને કોઇપણ પ્રકારની હિંસામાં ખેડૂતો જોડાશે નહી. અમે જનતાને પણ સહયોગની અપીલ કરીએ છીએ. આમ દેશમાં પહેલીવાર છે જ્યારે કોઇ આંદોલના લીધે ત્રીજીવાર ભારત બંધ કરવામાં આવશે.
પહેલાં ક્યારે-ક્યારે થયું ભારત બંધ?
આ પહેલાં ખેડૂતોએ 8 ડિસેમ્બર 2020 અને 6 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત બંધ કરતાં દેશની તમામ નેશનલ અને સ્ટેટ હાઇવે (National & State Highways) ને થોડા કલાકો માટે જામ કરી દીધો હતો. જોકે આ બંધની અસર કેટલાક રાજ્યોમાં જ જોવા મળી. ત્રીજીવાર ભારત બંધ 26 માર્ચના રોજ કરવામાં આવશે. પરંતુ અત્યારે ખેડૂતોએ બંધના ટાઇમિંગની જાહેરાત કરી નથી. જલદી જ સહમતિ બનતાં ખેડૂતો તારીખોની જાહેરાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે