અલાહાબાદ HCમાં સાક્ષી મિશ્રાના પતિ અજિતેશ સાથે મારપીટ, બરેલી પોલીસ આપશે સુરક્ષા 

બરેલીના ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષી મિશ્રા તરફથી સુરક્ષાની માગણીને લઈને અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી પર આજે સુનાવણી થઈ.

અલાહાબાદ HCમાં સાક્ષી મિશ્રાના પતિ અજિતેશ સાથે મારપીટ, બરેલી પોલીસ આપશે સુરક્ષા 

પ્રયાગરાજ: બરેલીના ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષી મિશ્રા તરફથી સુરક્ષાની માગણીને લઈને અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી પર આજે સુનાવણી થઈ. હાઈકોર્ટે બંનેને સુરક્ષા આપવાનો બરેલી પોલીસને આદેશ કર્યો છે. આ સુનાવણી માટે હાઈકોર્ટ પહોંચેલા સાક્ષીના પતિ અજિતેશની કોર્ટ પરિસરમાં જ પીટાઈ થઈ હોવાના અહેવાલ છે. કહેવાય છે કે અજિતેશની પીટાઈ મોટી સંખ્યામાં વકીલના વેશમાં હાઈકોર્ટમાં હાજર રહેલા લોકોએ કરી છે. 

ભાજપના  ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષી મિશ્રાએ હાઈકોર્ટમાં સુરક્ષાની માગણી  કરતી એક અરજી  કરી છે. જેના પર આજે સુનાવણી થઈ. અરજીમાં સાક્ષીએ પિતા, ભાઈ અને પરિવારના અન્ય સભ્યોથી જીવનું જોખમ હોવાનું કહ્યું છે.

અત્રે જણાવવાનું કે બરેલીથી ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષીએ ઘરેથી ભાગી જઈને બીજી જાતિના અજિતેશ સાથે લવ મેરેજ કર્યાં છે. નોઈડામાં પ્રેમી પંખીડાઓ મળી આવતા યુપી પોલીસે તેમને સુરક્ષા ઉપલબ્ધ  કરાવી છે. પોલીસની કડક સુરક્ષૈા વચ્ચે મોડી સાંજે સાક્ષી અને અજિતેશ પ્રયાગરાજ પહોંચ્યા હતાં. 

જુઓ LIVE TV

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સાક્ષી મિશ્રાએ અજિતેશ સાથે પ્રયાગરાજમાં રામ જાનકી મંદિરમાં ચાર જુલાઈએ લગ્ન કર્યા છે. લગ્નનું સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. આ મંદિરના મહંત પરશુરામ દાસે જો કે મંદિરમાં  કોઈ પણ લગ્ન થયા હોવાનો ઈન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે રામ જાનકી મંદિરમાં કોઈ લગ્ન થતા નથી. તેમણે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા લગ્નના સર્ટિફિકેટને નકલી ગણાવ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news