સરદાર પટેલે હૈદરાબાદ બદલે કાશ્મીરની રજુઆત PAKને કરી હતી: સોઝ
પરવેઝ મુશર્રફે અગાઉ કાશ્મીરને ન ભારત અને ન ભારત આઝાદ કરી દેવાની રજુઆત કરી હતી
Trending Photos
નવી દિલ્હી : કાશ્મીર પર પાકિસ્તાનનાં પુર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આઝાદી વાળા વિચારનું સમર્થન કરવાનાં કારણે વિવાદોમાં આવેલા કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે શનિવારે કહ્યું કે, કાશ્મીરમાં સેના આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર્સ એક્ટ (એફસ્પા)નો દુરૂપયોગ કરે છે. સોજે રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદના આ મંતવ્યનું સમર્થન કર્યું કે, કાશ્મીરમાં સેનાની કાર્યવાહીમાં સામાન્ય નાગરિક પણ ઠાર મારવામાં આવે છે.
પોતાનાં જુના આઝાદીવાળા નિવેદન પર અડગ સોજે કહ્યું કે, એક સામાન્ય કાશ્મીરી એવું જ ઇચ્છે છે, પરંતુ તે શક્ય નથી. ગુલામ નબી આઝાદનાં નિવેદનનું લશ્કર એ તોયબા દ્વારા સમર્થન કરવા અંગે સોઝે કહ્યું કે,મને ફરક નથી પડતો કે લશ્કર શું કહે છે, પરંતુ ભાજપ સાંપ્રદાયિક રાજનીતિ કરી રહી છે.
સુરજેવાલાને સલાહ
સૈફુદ્દીન સોજે કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાને પોતાનાં પુસ્તક વાંચવાની સલાહ આપી. અસલમાં સોજની આવનારા પુસ્તકમાં કાશ્મીર સંદર્ભની આ વાતને ફગાવતા સુરજેવાલાએ કહ્યું હતું, પુસ્તક વેચવા માટે સોજનાં સસ્તા હથકંડાઓ વાપરવા માટે આવા સસ્તા હથકંડાથી આ સત્ય નહી બદલાય કે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે.
નેહરૂની સામે પટેલ
પુસ્તક મુદ્દે પેદા થયેલા વિવાદો વચ્ચે સોજે કહ્યું કે, સરદાર પટેલે હૈદરાબાદ બદલે પાકિસ્તાનને કાશ્મીરની રજુઆત કરી હતી, જો કે નેહરૂનેકાશ્મીર સાથે વિશેષ પ્રેમ હતો. આ રેકોર્ડ છે, માટે કાશ્મીર અમારી સાથે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં મુશર્રફનાં ઉકેલની પણ વાત કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, કાશ્મીરનાં લોકો પાકિસ્તાન કે ભારત સાથે જોડાવા નથી માંગતા પરંતુ તેઓ આઝાદ રહેવા માંગે છે. માટે તેમને આઝાદ રહેવા દેવામાં આવવા જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે