પાયલટ જૂથનો દાવો- 13 અપક્ષ MLAs પણ સંપર્કમાં, VIDEOમાં જોવા મળ્યાં આ ધારાસભ્યો

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. ચાલ પર ચાલ જોવા મળી રહી છે. રાજસ્થાન કોંગ્રેસમાં બે ધડા જોવા મળી રહ્યાં છે. એવું લાગે છે કે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આજે ફરીથી વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન પાયલટ બેઠકમાં નહીં જાય. સચિન પાયલટે ગેહલોતને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો પડકાર ફેંક્યો છે. 
પાયલટ જૂથનો દાવો- 13 અપક્ષ MLAs પણ સંપર્કમાં, VIDEOમાં જોવા મળ્યાં આ ધારાસભ્યો

નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. ચાલ પર ચાલ જોવા મળી રહી છે. રાજસ્થાન કોંગ્રેસમાં બે ધડા જોવા મળી રહ્યાં છે. એવું લાગે છે કે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આજે ફરીથી વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન પાયલટ બેઠકમાં નહીં જાય. સચિન પાયલટે ગેહલોતને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો પડકાર ફેંક્યો છે. 

— ANI (@ANI) July 13, 2020

આરપારની લડાઈ શરૂ
સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે વીડિયો વોર પણ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના નિવાસસ્થાને વિધાયકોના શક્તિ પ્રદર્શન બાદ તેમને જયપુરની એક હોટલમાં શિફ્ટ કર્યાં. વિધાયકો સાથે ડિનર કરતા ગેહલોતની તસવીર અને વીડિયો પણ બહાર પાડવામાં આવ્યાં છે. સચિન પાયલટ અને તેમના સમર્થક વિધાયક માનેસરની હોટલમાં રોકાયા છે. જવાબમાં પાયલટ જૂથ તરફથી પણ ગઈ કાલે સાંજે એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. 

સચિન પાયલટ જૂથના વિધાયકોનો જે વીડિયો છે, તેમાં આ વિધાયકો જોવા મળ્યા છે. 
1. વિશ્વેન્દ્ર સિંહ
2. હરીશ મિણા
3. જીઆર ખટાણા
4. સુરેશ મોદી
5. ઈન્દ્રાજ ગુર્જર
6. રાકેશ પારીક
7. મુકેશ ભાકર
8. રામનિવાસ ગાવડિયા
9. વેદ પ્રકાશ સોલંકી
10. વૃજેન્દ્ર ઓલા
11. દીપેન્દ્ર સિંહ શેખાવત

બાકીના વિધાયકો કોઈ અન્ય જગ્યાએ દિલ્હી-એનસીઆરમાં જ હાજર છે. સચિન પાયલના નીકટના લોકો હજુ પણ 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યાં છે. સચિન જૂથનો એવો પણ દાવો છે કે આ 30 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના છે. અપક્ષો તેમા સા્મેલ નથી. એટલે કે સચિન જૂથ 13 અપક્ષ ધારાસભ્યોના પણ સંપર્કમાં છે. જો કે 13માંથી 3ને તો પહેલેથી જ અશોક ગેહલોતે કાઢી મૂક્યા છે. રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષ સચિન સાથે યુથ કોંગ્રેસના અધ્યક્ષ, NSUIના અધ્યક્ષ અને પ્રદેશ સેવા દળના અધ્યક્ષ બધા ગેહલોતથી નારાજ છે. અને રાષ્ટ્રીય નેતાઓના સંપર્કમાં પણ નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news