Entertainment News: સુશાંતની યાદમાં રિયા ચક્રવર્તીએ કર્યું આ કામ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સ્યૂસાઈડથી દરેક જણ આઘાતમાં છે. આજથી બરાબર એક મહિના પહેલા સુશાંતે મુંબઈ (Mumbai) ના બાન્દ્રા ખાતેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સોશિયલ મીડિયા પર સુશાંતને લઈને સતત પોસ્ટ થઈ રહી છે. કોઈ પણ એ સ્વીકારવા તૈયાર નથી કે હવે સુશાંત આપણી વચ્ચે નથી. માત્ર 34 વર્ષની ઉંમરમાં સુશાંતનું આત્મહત્યા કરી લેવું દરેક જણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આખરે તેણે આવું અંતિમ પગલું કેમ લીધુ. મુંબઈ પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. 

Entertainment News: સુશાંતની યાદમાં રિયા ચક્રવર્તીએ કર્યું આ કામ

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સ્યૂસાઈડથી દરેક જણ આઘાતમાં છે. આજથી બરાબર એક મહિના પહેલા સુશાંતે મુંબઈ (Mumbai) ના બાન્દ્રા ખાતેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સોશિયલ મીડિયા પર સુશાંતને લઈને સતત પોસ્ટ થઈ રહી છે. કોઈ પણ એ સ્વીકારવા તૈયાર નથી કે હવે સુશાંત આપણી વચ્ચે નથી. માત્ર 34 વર્ષની ઉંમરમાં સુશાંતનું આત્મહત્યા કરી લેવું દરેક જણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આખરે તેણે આવું અંતિમ પગલું કેમ લીધુ. મુંબઈ પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. 

આ બધા વચ્ચે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પોતાનું વોટ્સએપ ડીપી બદલી લીધુ છે. તેણે પોતાના આ ડીપીમાં સુશાંત સાથે પોતાની એક તસવીર મૂકી છે. જેમાં સુશાંત ખિલખિલાટ હસતો જોવા મળે છે. સુશાંતના નિધન બાદથી રિયાએ પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર કોઈ પણ પોસ્ટ કરી નથી. પરંતુ તેણે પોતાનું વોટ્સએપ ડીપી ચેન્જ કરીને ફેન્સને એ જરૂર જણાવી દીધુ છે કે તે હજુ પણ સુશાંતને ખુબ મિસ કરી રહી છે. 

અત્રે જણાવવાનું કે સુશાંત સિંહની આત્મહત્યા મામલે મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેત્રી અને સુશાંત સિંહની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની લગભગ 11 કલાક પૂછપરછ કરી હતી. આ દરમિયાન રિયાએ જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતનું બાન્દ્રાનું પહેલાનું ઘર હોન્ટેડ હતું. તેણે પોલીસને એમ પણ જણાવ્યું હતું કે અમે જ્યારે ત્યાં રહેતા હતાં ત્યારે મને એવો અહેસાસ થતો હતો અને આથી સુશાંત પણ થોડો પરેશાન રહેતો હતો. 

સુશાંત સિંહ રાજપૂત પહેલા બાન્દ્રામાં કેપરી હાઈટ્સમાં રહેતો હતો. અંકિતા લોખંડેથી અલગ થયા બાદ અભિનેતા તે એપાર્ટમેન્ટમાં રહેવા જતો રહ્યો હતો. તેણે પોતાના આ ઘરને ખુબ સારી રીતે રાખ્યું હતું. તેણે આ ઘર પર એક મોટી પાર્ટી પણ રાખી હતી. આ વર્ષની શરૂઆતમાં જ જણાવવામાં આવ્યું હતું કે તેની સોસાયટીના લોકો સુશાંતના ઘરે મોડી રાત સુધીની પાર્ટીથી પરેશાન હતાં. આથી સોસાયટીના લોકોએ બિલ્ડિંગના સચિવને તેની ફરિયાદ પણ કરી હતી. 

વાંરવાર ફરિયાદો થતા સુશાંતે તે ઘર બદલવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ મોન્ટ બ્લાન્કમાં એક મોટો ડુપ્લેક્સ ફ્લેટ ભાડે લીધો. જેમાં 3 બેડરૂમ અને એક મોટો હોલ હતો. આ ફ્લેટનું તે દર મહિને સાડા ચાર લાખ ભાડું આપતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news