Russia Ukraine War: રોમાનિયાથી વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું, યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયો પરત આવ્યા

ભારતીયોને યુક્રેનથી પરત લાવવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ હેઠળ મંગળવારે રોમાનિયાથી 218 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું. 

Russia Ukraine War: રોમાનિયાથી વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું, યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયો પરત આવ્યા

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તે હેઠળ મંગળવારે રોમાનિયાથી 2018 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું છે. આ સિવાય હંગરીની રાજધાની બુડાપેસ્ટથી પણ એક વિમાન દિલ્હી પહોંચ્યું છે. તેમાં 2016 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હી એરપોર્ટ પર ભારતીયોનું સ્વાગત કર્યુ. તેમણે વિશ્વાસ અપાવ્યો કે સરકાર યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. 

મહત્વનું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તેની શરૂઆત 26 ફેબ્રુઆરીએ થઈ હતી. આ મુહિમમાં અત્યાર સુધી 2 હજારથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવી ચુક્યા છે. આ પહેલાં બુડાપેસ્ટથી 240 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું. 

— ANI (@ANI) March 1, 2022

આ વચ્ચે સરકારે ઓપરેશન ગંગામાં વાયુસેનાને પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેનાને નિર્દેશ આપ્યા છે. આજે મંગળવારે વાયુસેનાનું સી-17 વિમાન ભારતીયોને પરત લાવશે. 

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ છે. યુદ્ધની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થઈ હતી. સોમવારે બેલારૂસની સરહદ પર રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે વાર્તા થઈ હતી. પરંતુ તેનું કોઈ પરિણામ નિકળ્યું નથી. 

— ANI (@ANI) March 1, 2022

4 કેન્દ્રીય મંત્રીઓને મળી જવાબદારી
સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજૂ વીકે સિંહ અને હરદીપ સિંહ પુરીને ભારતીયોની મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવા જશે, કિરણ રિજિજૂ સ્લોવાકિયા જશે, હરદીપ સિંહ પુરી હંગેરી જશે અને જનરલ (આર) વીકે સિંહ પોલેન્ડ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news