કિવમાં લોકો માટે મસીહા બની ભારતીય રેસ્ટોરન્ટ, ભારતીયો સહિત યુક્રેનના લોકો માટે રહેવા-ખાવાનું મફત

સાથિયા નામની રેસ્ટોરન્ટે હુમલાઓ શરૂ થયા ત્યારથી ઓછામાં ઓછા 70 લોકોને શરણ આપી છે. રેસ્ટોરન્ટના માલિક મનીષ દવે એ આ મુદ્દે જણાવ્યું છે કે, ચોકોલિવસ્કી બુલેવાર્ડનું બેસમેન્ટમાં સ્થિત હોવાના કારણે આ રેસ્ટોરન્ટ એક પ્રકારે બોમ્બ બંકર બની ગઈ છે.

 કિવમાં લોકો માટે મસીહા બની ભારતીય રેસ્ટોરન્ટ, ભારતીયો સહિત યુક્રેનના લોકો માટે રહેવા-ખાવાનું મફત

Russia Ukraine War: યુક્રેન પર રશિયન હુમલાઓ પછી ત્યાં હવે પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે. યુક્રેની લોકોની સાથે સાથે અલગ-અલગ દેશોના લોકોને પારાવાર ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આ અહેવાલો વચ્ચે યૂક્રેન સ્થિત એક ઈન્ડિયન રેસ્ટોરન્ટ ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેની નાગરિકો માટે મસીહા બનીને સામે આવી છે. આ રેસ્ટોરન્ટ લોકોને આશ્રય અને મફત ભોજન આપી રહી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના મતે, સાથિયા નામની રેસ્ટોરન્ટે હુમલાઓ શરૂ થયા ત્યારથી ઓછામાં ઓછા 70 લોકોને શરણ આપી છે. રેસ્ટોરન્ટના માલિક મનીષ દવે એ આ મુદ્દે જણાવ્યું છે કે, ચોકોલિવસ્કી બુલેવાર્ડનું બેસમેન્ટમાં સ્થિત હોવાના કારણે આ રેસ્ટોરન્ટ એક પ્રકારે બોમ્બ બંકર બની ગઈ છે. ગત ગુરુવારે યુદ્ધમાં વિસ્ફોટથી ડરી ગયેલા ઘણા લોકો સાથિયા રેસ્ટોરન્ટમાં પોતાનો સામાન લઈને એકઠા થયા હતા. રેસ્ટોરન્ટમાં આશરો લેવા આવેલા લોકોને ચિકન બિરયાની પીરસવામાં આવી હતી.

— GOOD (@good) February 27, 2022

રેસ્ટોરન્ટના માલિક મનીષ દવે એ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, “ઘણા યુક્રેનિયન નાગરિકો પણ મારી રેસ્ટોરન્ટમાં તે આશાએ આવ્યા હતા કે તેઓ અહીં સુરક્ષિત રહેશે. આ રેસ્ટોરન્ટ હવે બોમ્બ શેલ્ટર જેવું છે કારણ કે તે ભોંયરામાં નીચે છે. અમે દરેકને ભોજન પીરસીએ છીએ." ગુડ નામના ટ્વિટર હેન્ડલ પરથી આ મુદ્દે એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં લખ્યું છે: “મનીષ દવે નામના વ્યક્તિએ યુક્રેનમાં તેમની રેસ્ટોરન્ટને 125 થી વધુ લોકો માટે આશ્રયસ્થાનમાં ફેરવી દીધી છે. તે અને તેના કર્મચારીઓ રાશનની શોધમાં અને આશ્રિતો માટે ભોજન તૈયાર કરવામાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. દુનિયાને મનીષ દવે જેવા વધુ લોકોની જરૂરિયાત છે."

કેવી છે યુક્રેનની સ્થિતિ
તમને જણાવી દઈએ કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. બંને વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ છે અને તે દરમિયાન રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો કરવાનું ચાલુ રાખ્યું છે. તે દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું, “આગામી 24 કલાક યુક્રેન માટે સૌથી મુશ્કેલ બનવાના છે. અહેવાલો અનુસાર, રશિયન હુમલામાં યુક્રેનના 352 નાગરિકોના મોત થયા છે, જેમાં 14 બાળકોનો પણ સમાવેશ થાય છે. રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે, હવે કિવ પર કબજાનું અંતિમ યુદ્ધ શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેનાએ કિવમાં ઘરો પર બોમ્બ પણ ફેંક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનના ઓક્તિરકા મિલિટરી બેઝ પર રશિયન સેનાના જબરદસ્ત હુમલામાં 70થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news