યૂક્રેનમાં MBBS અભ્યાસ કરી રહી હતી ગામની સરપંચ, મદદ માટે બનાવ્યો વિડીયો, થઇ એક્સપોઝ

રશિયાના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત લાવવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યાંના ઘણા વિદ્યાર્થીઓ સતત ભારત પાછા આવી રહ્યા છે. જે હજુ પણ ત્યાં ફસાયેલા છે તેઓ સરકારને આજીજી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વિદ્યાર્થીના વીડિયોએ હંગામો મચાવ્યો છે.

યૂક્રેનમાં MBBS અભ્યાસ કરી રહી હતી ગામની સરપંચ, મદદ માટે બનાવ્યો વિડીયો, થઇ એક્સપોઝ

હરદોઈઃ રશિયાના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત લાવવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યાંના ઘણા વિદ્યાર્થીઓ સતત ભારત પાછા આવી રહ્યા છે. જે હજુ પણ ત્યાં ફસાયેલા છે તેઓ સરકારને આજીજી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વિદ્યાર્થીના વીડિયોએ હંગામો મચાવ્યો છે.

વીડિયોમાં દેખાતી યુવતી પર શંકા
વિદ્યાર્થિનીનો વીડિયો જોઈને લોકોએ છોકરીને હરદોઈ જિલ્લાના એક ગામની સરપંચ ગણાવી છે. યુવતી યુક્રેનમાં અભ્યાસ કરે છે. વીડિયો સામે આવ્યા બાદ હરદોઈ પ્રશાસને સંરપંચના ખાતાની તપાસના આદેશ આપ્યા છે. આ સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે જ્યારે તે સરપંચ હોવાછતાં તે કેવી રીતે બહાર ગઇ. 

યુક્રેનમાં અભ્યાસ કરી રહી છે ગામની સરપંચ
ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા એક વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ પાસે મદદની વિનંતી કરી હતી. બાદમાં જાણવા મળ્યું કે તે યુપીના હરદોઈ જિલ્લાની સરપંચ છે. પરંતુ તે યુક્રેનમાં રહીને મેડિકલનો અભ્યાસ કરી રહી છે, તેનું નામ વૈશાલી છે.

સરપંચનું સામે આવ્યું સત્ય 
વૈશાલીના પિતા ભૂતપૂર્વ બ્લોક ચીફ મહેન્દ્ર યાદવ છે, જે સમાજવાદી પાર્ટીના નેતા પણ છે. હરદોઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મીરા અગ્રવાલે જણાવ્યું કે તે વૈશાલી જિલ્લાના સાંડી બ્લોકના તેરાપુરસેલીં ગામની સરપંચ છે. વૈશાલી પંચાયતની ચૂંટણી વખતે ગામમાં આવી હતી અને ગામના સરપંચની ચૂંટણી જીતી હતી. લોકો કહે છે કે વૈશાલી માત્ર કાગળ પર જ સરપંચ છે, સાચું કામ તેના પિતા જ જુએ છે.

વાયરલ થયેલા વિડિયોએ મુશ્કેલી વધારી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરદોઈના સીડીઓ આકાંક્ષા રાણાના જણાવ્યા અનુસાર, વૈશાલી નામની વિદ્યાર્થીની એમબીબીએસનો અભ્યાસ કરવા યુક્રેન ગઈ હતી, જે હરદોઈની રહેવાસી છે અને તેરા પુરસૈલીગાંવની હેડ પણ છે. હાલમાં આ માહિતી સામે આવ્યા બાદ સરપંચના ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ હવે દેખીતી રીતે જ ગામના સરપંચની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ કરી મદદની વિનંતી કરવી તેના માટે ભારી પડતી જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news