Russia Ukraine Crisis: ભારતીય વિદ્યાર્થીઓને લઈને પાંચમી ફ્લાઈટ પરત ફરી, ગુજરાતના આટલા વિદ્યાર્થીઓ આવ્યા

Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા 249 ભારતીયને લઈને બુચારેસ્ટથી રવાના થયેલી પાંચમી ફ્લાઈટ ઓપરેશન ગંગા હેઠળ સોમવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. એરપોર્ટ પર હાજર અધિકારીઓ અને પરિજનોએ તેમનું સ્વાગત કર્યું.

Russia Ukraine Crisis: ભારતીય વિદ્યાર્થીઓને લઈને પાંચમી ફ્લાઈટ પરત ફરી, ગુજરાતના આટલા વિદ્યાર્થીઓ આવ્યા

Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા 249 ભારતીયને લઈને બુચારેસ્ટથી રવાના થયેલી પાંચમી ફ્લાઈટ ઓપરેશન ગંગા હેઠળ સોમવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. એરપોર્ટ પર હાજર અધિકારીઓ અને પરિજનોએ તેમનું સ્વાગત કર્યું. દિલ્હી પહોંચેલા વિદ્યાર્થીઓને પોત પોતાના પ્રદેશ સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને યુક્રેનથી પાછા લાવવામાં આવ્યા છે. 

— ANI (@ANI) February 28, 2022

ગુજરાતના વધુ 27 વિદ્યાર્થીઓ પરત
યુક્રેનમાં ફસાયેલા વધુ 27 વિદ્યાર્થીઓ ગુજરાત પરત પહોંચ્યા છે. ગઈ કાલે 51 વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા. ગાંધીનગરમાં આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ તેમનું સ્વાગત કર્યું. ઓપરેશન ગંગા હેઠળ આ વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ફર્યા છે. જિતુ વાઘાણીએ કહ્યું કે યુદ્ધની સ્થિતિમાં તમામને પરત લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારને વિદ્યાર્થીઓને ઘણી ચિંતા છે. પોલેન્ડની સરહદ પણ ભારતીયો માટે ખુલ્લી છે અને પોલેન્ડની સરહદે ભારતીય દુતાવાસે વિશેષ વ્યવસ્થા કરી છે. 

— CMO Gujarat (@CMOGuj) February 28, 2022

અત્રે જણાવવાનું કે ઓપરેશન ગંગા નામના અભિયાનને પોલેન્ડ, રોમાનિયા, હંગરી અને સ્લોવાકિયાથી મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે. આ દેશોમાં યુક્રેનની સાથે બોર્ડર પર કેમ્પ લગાવવામાં આવ્યા છે. એક અંદાજા મુજબ હજુ પણ ત્યાં લગભગ 15000 થી વધુ લોકો ફસાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news