જો સરદાર પટેલની મૂર્તિ બની શકે, તો રામ મંદિર માટે કાયદો કેમ ન નહી: સંઘ

ભાજપ સરકાર પર નિશાન સાધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ રવિવારે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બની શકે છે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કાયદો કેમ ન બનાવી શકાય. 

જો સરદાર પટેલની મૂર્તિ બની શકે, તો રામ મંદિર માટે કાયદો કેમ ન નહી: સંઘ

મુંબઈ: ભાજપ સરકાર પર નિશાન સાધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ રવિવારે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બની શકે છે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કાયદો કેમ ન બનાવી શકાય. 

આરએસએસના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબાલેએ અહીં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે એક અલગ પેનલની રચના કરી છે. જે અયોધ્યા ભૂમિ માલિકી હક મામલે સુનાવણી કરી રહી છે. પરંતુ આ પેન્ડિંગ મુદ્દા પર હજુ સુધી કોઈ ફેસલો લેવામાં આવ્યો નથી. 

સંઘના સહ સરકાર્યવાહ હોસબાલેએ સવાલ કર્યો કે જો (ગુજરાતમાં) નર્મદા નદીના તટ પર સરદાર પટેલની મૂર્તિ બની શકે છે તો ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કોઈ કાયદો પસાર કેમ ન કરાવી શકાય. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને કેટલાક ધાર્મિક સંગઠનો દ્વારા સયુંક્ત રીતે આયોજિત એક સભાને સંબોધિત કરી, જેનું આયોજન રામ મંદિરના જલદી નિર્માણ માટે દબાણ સર્જવાના હેતુથી કરવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news