ભારતના ભાગલા ક્યારેય ન મટનાર વેદના, વિભાજન રદ થશે તો જ પીડા મટશે: મોહન ભાગવત
RSS પ્રમુખ મોહન ભાગવતે પુસ્તકના લોકાર્પણ સમારોહમાં કહ્યું કે દેશના ભાગલા કોઈ રાજકીય વિષય નથી તે આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે. દેશના વિભાજન માટે તત્કાલિન પરિસ્થિતિઓ કરતા વધુ બ્રિટિશ સરકાર અને ઈસ્લામી આક્રમણ જવાબદાર હતા.
Trending Photos
નોઈડા: આરએસએસ (RSS) ચીફ મોહન ભાગવતે (Mohan Bhagwat) એકવાર ફરીથી દેશના ભાગલાનો મુદ્દો ઉઠાવ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે દેશના ભાગલા ક્યારેય ન મટનારી વેદના છે અને તે ત્યારે જ દૂર થઈ શકે જ્યારે ભાગલા ખતમ થાય. RSS પ્રમુખ મોહન ભાગવતે પુસ્તકના લોકાર્પણ સમારોહમાં કહ્યું કે દેશના ભાગલા કોઈ રાજકીય વિષય નથી તે આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે. દેશના વિભાજન માટે તત્કાલિન પરિસ્થિતિઓ કરતા વધુ બ્રિટિશ સરકાર અને ઈસ્લામી આક્રમણ જવાબદાર હતા.
આ કોઈ રાજનીતિનો વિષય નથી
'વિભાજનકાલીન ભારત કે સાક્ષી' પુસ્તકના લોકાર્પણ સમારોહમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે 'વિચારવા જેવો વિષય છે કે મારો જન્મ ભાગલા બાદ થયો એ પણ મને 10 વર્ષ બાદ સમજમાં આવ્યું, ત્યારબાદ મને ઊંઘ નથી આવી.' તેમણે કહ્યું કે લોકોએ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યા, તે માતૃભૂમિનું વિભાજન થયું. ભાગવતે કહ્યું કે આ કોઈ રાજનીતિનો વિષય નથી તે આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે કારણ કે મારું અસ્તિત્વ ભારતના અસ્તિત્વ સાથે છે. જે ખંડિત થયું તેને ફરીથી અખંડિત બનાવવું પડશે.
સંઘર્ષ સમાપ્ત થયો નથી
આરએસએસ પ્રમુખે કહ્યું કે ભારતના વિભાજનમાં સૌથી પહેલી બલિ માનવતાની ચડી. એક વાત સ્પષ્ટ છે કે ભાગલા યોગ્ય ઉપાય નહતો. ભાગલા તે સમયની વર્તમાન પરિસ્થિતિ કરતા વધુ ઈસ્લામ અને બ્રિટનના આક્રમણનું પરિણામ છે. ઈસ્લામના આક્રમણ પર ગુરુ નાનકજીએ સાવધ કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ આક્રમણ હિન્દુસ્તાન અને હિન્દુ સમાજ પર છે. જે દિવસથી આક્રમણકારીનું પહેલું ડગલું અંદર આવ્યું ત્યારબાદ સંઘર્ષ શરૂ થયો. આ સંઘર્ષ હજુ સમાપ્ત થયો નથી કારણ કે ભારતમાં નારા લાગે છે કે 'ભારત તેરે ટુકડે હોંગે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે