Railwayની હાલની ભરતીમાં ભર્યું છે ફોર્મ તો આ સમાચાર તમારા માટે જ છે

 જો તમે પણ ગત્ત દિવસોમાં રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડની તરફી જાહેર કરાયેલી 90 હજાર પોસ્ટ માટે અરજી કરી છે તો આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઇએ

Railwayની હાલની ભરતીમાં ભર્યું છે ફોર્મ તો આ સમાચાર તમારા માટે જ છે

નવી દિલ્હી : જો તમે પણ ગત્ત દિવસોમાં રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)ની તરફથી જાહેર કરવામાં આવેલ 90 હજાર ખાલી પદો માટે આવેદન કર્યું છે તો આ સમાચાર તમારે જરૂર વાંચવી જોઇએ. આરઆરબીની તરફથી સંબંધિત ખાલી પદ અંગે નવુ અપડેટ આપવામાં આવ્યું છે. અગાઉપણ રેલ્વેની તરફથી પરીક્ષાઓનાં મુદ્દે અપડેટ આપવામાં આવ્યું છે. 

1 જુને બોર્ડ દ્વારા આપવામાં આવેલું અપડેટ
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની તરફથી 1 જુને ઇશ્યુ કરાયેલા અપડેટ અનુસાર બંન્ને નોટિફિકેશન હેઠળ જાહેર કરવામાં આવેલા ખાલી પદ માટે જબરદસ્ત રિસ્પોન્સ મળ્યા બાદ આવેદન પત્રોની સ્ક્રૂટનીનું કામ ચાલી રહ્યું છે. આરઆરબીની તરફથી તેમ પણ જણાવવામાં આવ્યું કે, આ પદો માટે કોમ્યુટર બેડ્ઝ ટેસ્ટ (CBT)ની પ્રક્રિયા પણ પ્રોસેસમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલ્વેનાં બંન્ને નોટિફિકેશન રેલ્વેએ બે નોટિફિકેશન્સ દ્વારા આશરે 90 પદો પર ખાલી જગ્યા બહાર પાડી હતી. 

2.37 કરોડ ઉમેદવારોએ કર્યું આવેદન
રેલ્વેની તરફતી જાહેર કરવામાં આવેલી સૌથી મોટી ખાલી પડેલી જગ્યાઓ માટે રેકોર્ડ 2.37 કરોડ ઉમેદવારોએ અરજી કરી છે. જો કે રેલ્વેની તરફથી હાલ પરીક્ષાની તારીખ જાહેર નથી કરવામાં આવી. બોર્ડની તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે, ખાલી પડેલી જગ્યાઓ માટે જરૂરી પ્રોસેસ પુરૂ કરવામાં આવ્યા બાદ પરિક્ષાનું શેડ્યુલ વેબસાઇટ પર પબ્લિશ કરવામાં આવશે. પદો માટે અરજી પ્રક્રિયા 31 માર્ચે પુરી થઇ ચુકી છે. આ પદો માટે આયોજીત થનારી પરીક્ષામાં 100 પ્રશ્ન પુછવામાં આવશે. રેલ્વેનું પ્લાનિંગ છે કે પરીક્ષાને સ્ટેપને વર્ષનાં અંત સુધીમાં કોમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ (CBT) માધ્યમથુ પુરી કરી દેવામાં આવે. 

ડોઢ વર્ષમાં પુર્ણ થયો પ્રોસેસ
અગાઉ 18ની પોસ્ટ માટે ભર્તી પ્રક્રિયાને પુર્ણ કરવા માટે રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડને ડોઢ વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો હતો. આ ભરતીમાં 92 લાખ લોકોએ અરજી કરી હતી. રેલ્વેનાં એક અધિકારીએ ભરતી પ્રક્રિયા નવેમ્બર ડિસેમ્બર સુધીમાં પુર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news