અમરેલી-ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ, નદીના વહેણમાં કાર તણાઇ
રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો સૌરાષ્ટ્ર સ્થિત અમરેલી અને ભાવનગર આસપાસના વિસ્તારોમાં શનિવારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
Trending Photos
અમદાવાદ:રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો સૌરાષ્ટ્ર સ્થિત અમરેલી અને ભાવનગર આસપાસના વિસ્તારોમાં શનિવારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે જેને લઇ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના એંધાણ છે. અમરેલીમાં ભારે વરસાદને કારણે નાવલી નદીમાં પૂર આવ્યું હતું. નદીના ધસમસતા વહેણમાં એક કાર પણ તણાઈ ગઈ હતી.
પૂરનો પ્રવાહ એટલો જોરદાર હતો કે, કાર પાણીમાં રમકડાની જેમ તણાઈ ગઈ. તો બીજી તરફ મહુવા રોડ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.જેના કારણે સ્ટેટ હાઈ-વે બંધ થયો હતો. અમરેલી, ભાવનગર, ગારિયાધર, ડાંગ, સાપુતારા, પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અમરેલી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના વંડા અને નાનાલીલીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વંડા અને નાનાલીલીયામાં ભારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.
અમરેલીના નાના લીલિયા, વનડા, ફિકાદ, મેકડા, સાવરકુંડલામાં વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાને લીધે ઠંડક પ્રસરી જતાં લોકોને થોડો સમય ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદને કારણે તાપમાનનો પારો નીચે ઊતર્યો હતો.
અમરેલીમાં વરસાદની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી. અહીં પણ હવામાન પલટાયું હતું. ગારિયાધરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. નિષ્ણાતોના મતે રાજ્યમાં આ વર્ષે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. જોકે ભેજનું પ્રમાણ વધવાથી પ્રીમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે અમરેલી સહિત આસપાસના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. હવામાન વિભાગે રાજ્યમાં 14 જૂન આસપાસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે છે.
નેઋત્યનું ચોમાસુ સારુ રહેતા ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળે છે. જો કે હાલ કેરીની સીઝન ચાલી રહી હોય અમરેલીના વડિયા, લિલિયા, સાવરકુંડલામાં વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સહિતના વિસ્તારમાં ઝાપટા પડવાથી કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે. આગામી સમયમાં વાદળો બંધાવાની શરૂઆત થશે અને ત્યારબાદ બફારો વધવાની સંભાવના હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે