કોરોના દર્દીઓને રાહત! ભારતમાં Roche એન્ટીબોડી દવાને મળી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક દવાના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે. હવે આ કોકટેલ દવાનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવારમાં થશે.
 

કોરોના દર્દીઓને રાહત! ભારતમાં Roche એન્ટીબોડી દવાને મળી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેર (Corona secand wave) એ હાહાકાર મચાવી દીધો છે. એક વર્ષ પહેલા આ બીમારી મનુષ્યોમાં સામે આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ દવા મળી શકી નથી. સામાન્ય રીતે કોરોના વાયરસ મનુષ્યોના ફેફસા કે પછી કિડની જેવા ખાસ અંગોને પ્રભાવિત કરે છે. તેવામાં કેટલીક ખાસ એન્ટીબોડી દવાઓ દ્વારા આ સંક્રમણને રોકી શકાય છે, જેમાં Roche અને Regeneron તરફથી બનાવવામાં આવેલી કોકટેલ દવા Casirivima અને Imdevimab પણ સામેલ છે, જેને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. 

જાણકારી પ્રમાણે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન  (CDSCO) એ કોરોના મહામારીને જોતા આ એન્ટીબોડી ડ્રગના ડેટાનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર્સે પણ તેને ઈમરજન્સી મંજૂરી આપી હતી. હવે ભારતમાં મંજૂરી મળ્યા બાદ તેને સરળતાથી આયાત કરી શકાશે. આ સાથે પ્રસિદ્ધ દવા કંપની Cipla લિમિટેડ Casirivima અને Imdevimab ના ડિસ્ટ્રીબ્યૂશનનું કામ ભારતમાં જોશે. 

24 કલાકમાં 3780 લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,82,315 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,06,65,148 પર પહોંચી ગયો છે. જેમાંથી  34,87,229 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,38,439 લોકો રિકવર થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 1,69,51,731  થઈ છે. ચિંતાજનક વાત એ છે કે મૃત્યુઆંક અચાનક વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 3780 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,26,188 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 16,04,94,188 લોકોને રસી અપાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news