નિવૃત IAS અધિકારી અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા, 20 વર્ષ પીએમ મોદી સાથે કર્યુ છે કામ

અરવિંદ શર્મા મૂળ રૂપથી ઉત્તર પ્રદેશના મઉના રહેવાના છે અને ગુજરાત કેડરના 1988 બેચના આઈએએસ અધિકારી રહ્યા છે. તેમણે આસરે 20 વર્ષ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે.
 

નિવૃત IAS અધિકારી અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા, 20 વર્ષ પીએમ મોદી સાથે કર્યુ છે કામ

લખનઉઃ ઉત્તર પ્રદેશના નિવૃત આઈએએસ અધિકારી અરવિંદ શર્મા (Arvind Sharma) ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા છે. ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમને સભ્યપદ અપાવ્યુ હતુ. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, પ્રદેશ મહામંત્રી જેપીએસ રાઠોર, ગોવિંદ શુક્લા, કેબિનેટ મંત્રી  દારા સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. 

ભાજપમાં સામેલ થયા બાદ કહી આ વાત
ભાજપમાં સામેલ થયા બાદ અરવિંદ શર્માએ કહ્યુ, ભાજપમાં સામેલ થવા પર મને ખુશી છે. આપણા દેશમાં ઘણા રાજકીય પક્ષ છે, પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી છે. તેમણે આગળ કહ્યું, 'હું અંતરિયાળ જિલ્લા અને ગામનો છું. મારા જેવા સાધારણ વ્યક્તિને જેની કોઈ રાજકીય પૃષ્ટભૂમિ નથી તેને ભાજપ આટલો મોટો મુકામ આપી શકે છે. હું પ્રધાનમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કરુ છું અને આશા પૂરી કરવાનો પ્રયાસ કરીશ.'

લાંબા સમય સુધી કર્યુ છે પીએમ મોદી સાથે કામ
અરવિંદ શર્મા મૂળ રૂપથી ઉત્તર પ્રદેશના મઉના રહેવાના છે અને ગુજરાત કેડરના 1988 બેચના આઈએએસ અધિકારી રહ્યા છે. તેમણે આસરે 20 વર્ષ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે. અરવિંદ શર્મા, ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી રહેતા 2001થી 2013 વચ્ચે સીએમ કાર્યાલયમાં રહ્યાં. ત્યારબાદ નરેન્દ્ર મોદી જ્યારે પીએમ બન્યા તો અરવિંદ શર્મા પીએમઓમાં આવી ગયા હતા. 

વિધાન પરિષદ મોકલી શકે છે ભાજપ
અરવિંદ શર્માના કાર્યાકાળમાં બે વર્ષ બાકી હતી, પરંતુ તેમણે બે દિવસ પહેલા વીઆરએસ લીધુ અને રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેવી ચર્ચા છે કે ભાજપ અરવિંદ શર્માને યૂપી વિધાન પરિષદ મોકલી શકે છે અને સરકારમાં મોટી જવાબદારી આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news