રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ, CM ગહલોતે રાજ્યસભા ચૂંટણી મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ
Trending Photos
જયપુર : રાજ્યસભા ચૂંટણીનાં 7 દિવસ પહેલા રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકારણ ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિવ પાયલોટે શુક્રવારે જયપુરમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ગહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો કે, તેમણે રાજ્યસભા ચૂંટણીમાં વિલંબ કર્યો. તેમણે કહ્યું કે, રાજ્યસભા ચૂંટણી બે મહિના પહેલા યોજાઇ શકી હોત, પરંતુ તેઓએ વિલંબ કર્યો. જેથી ભાજપ ધારાસભ્યોનું ખરીદ વેચાણ કરી શકે. સમગ્ર દેશમાં રાજ્યની 18 સીટો માટે 19 જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજસ્થાનમાં ત્રણ સીટો પર ચૂંટણી થશે.
ગહલોતે કહ્યું કે, હોર્સ ટ્રેડિંગ માટે ચૂંટણી ટાળવામાં આવી હતી. ફરી એકવાર ચૂંટણી યોજાઇ રહી છે. દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે. કોણ દર્દ વહેંચી રહ્યું છે અને કોણ દવા. આ નિર્ણય કરવો પડશે. કોરોના છતા મધ્યપ્રદેશમાં સરકાર બદલી ગઇ. મોદીજી કહે છે કે, કોંગ્રેસ મુક્ત બનાવીશું. કોંગ્રેસ દેશનાં ડીએનએમાં છે. જાતી અને ધર્મનાં નામે ક્યા સુધી લોકોને અંદરો અંદર લડાવતા રહેશો.
ત્રણેય સીટો જીતવાનો સચિન પાયલોટનો દાવો
સચિન પાયલોટે કહ્યું કે, રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં ત્રણેય ઉમેદવાર જીતશે. આંકડા અનુસાર અપક્ષ ઉમેદવારોનો પણ અમને સાથ છે. રાજ્યસભામાં અમારા બંન્ને ઉમેદવાર જીશે. તમામ ધારાસભ્યો સાથે અને આગળ રહેશે. લોકડાઉનનાં કારણે અમે ત્રણ મહિનાથી મળી શક્યા નહોતા. એટલા માટે હોટલમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ ભાજપનાં 2-2 ઉમેદવાર, હોર્સટ્રેડિંગ વગર ભાજપ એક જ સીટ જીતી શકશે.
- રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ સીટો પર ચાર ઉમેદવાર મેદાનમાં છે. તેમાંથી કોંગ્રેસનાં બે અને ભાજપનાં બે છે. કોંગ્રેસે કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી અને ભાજપે રાજેન્દ્ર ગહલોત ઓંકાર સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
- સંખ્યાબળ અનુસાર ભાજપ પાસે માત્ર એક ઉમેદવારને જીતાડવાની બહુમતી છે, પરંતુ બે ઉમેદવાર ઉતાર્યા છે. દરેક ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા 51 ટકા જોઇએ. કોંગ્રેસનાં બંન્ને ઉમેદવારોને જીતાડવા માટે 102 મતની જરૂર છે જે સરળતાથી જીતતા દેખાઇ રહ્યા છે. કોંગ્રેસની સાથે 13 અપક્ષ, લેફ્ટ, બીટીપીનાં 2-2 અને એક આરએલડી ધારાસભ્ય છે. ભાજપ પાસે પોતાનાં 72 ધારાસભ્યો ઉપરાંત ત્રણ વોટ આરએલપીનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે