Republic day: 2024ની પરેડની સૌથી ખાસ વાત, પહેલીવાર મહિલાઓએ કરી શરૂઆત, શંખથી થયો શુભારંભ
સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે.
Trending Photos
દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થઈ. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે.
#WATCH | President Droupadi Murmu unfurls the National Flag at Kartavya Path
National anthem and 21 Gun salute follows pic.twitter.com/hQ21zgG7Hx
— ANI (@ANI) January 26, 2024
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી સલામી
રાષ્ટ્રપતિ મુર્મૂ ચીફ ગેસ્ટ ઈમેન્યુઅલ મેક્રોન સાથે સમારોહ સ્થળે પહોંચ્યા જ્યાં પીએ મોદીએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મુર્મૂએ ધ્વજ ફરકાવ્યો અને તિલંગાને સલામી આપી. ત્યારબાદ શંખ, ઢોલ અને નગારા સાથે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઈ. હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરીને પરેડનું સ્વાગત કરવામાં આવ્યું. 21 તોપ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી.
#WATCH | Escorted by the President's Bodyguard, President Droupadi Murmu and French President Emmanuel Macron arrive at the Kartavya Path in a special presidential carriage.#RepublicDay2024 pic.twitter.com/qUGt6ppDUo
— ANI (@ANI) January 26, 2024
શાહી બગ્ગીમાં સવાર થઈ કર્તવ્યપથ પહોંચ્યા રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આ વખતે મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે શાહી બગ્ગીમાં સવાર થઈને કર્તવ્યપથ પહોંચ્યા.
#WATCH | Delhi | President Droupadi Murmu and French President Emmanuel Macron leave for the Kartavya Path, in a special presidential carriage.#RepublicDay2024 pic.twitter.com/gH1I6kjFUV
— ANI (@ANI) January 26, 2024
પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75માં ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने 75वें गणतंत्र दिवस के अवसर पर राष्ट्रीय युद्ध स्मारक पर श्रद्धांजलि अर्पित की। इस दौरान रक्षा मंत्री राजनाथ सिंह मौजूद रहे।#RepublicDay2024 pic.twitter.com/rPrKDNbl7l
— ANI_HindiNews (@AHindinews) January 26, 2024
આ કારણે ઉજવાય છે ગણતંત્ર દિવસ
ભારતનો ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ લાગુ થવાની ખુશીમાં ઉજવાય છે. 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળ્યા બાદ દેશનું બંધારણ લખવામાં આવ્યું હતું. જેને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયું હતું. ત્યારથી દેશ દર વર્ષે પોતાનો ગણતંત્ર દિવસ ઉજવે છે. આજે આ પરેડ સવારે 10.30 વાગે વિજય ચોકથી શરૂ થશે અને કર્તવ્ય પથ પર થઈને નેશનલ સ્ટેડિયમમાં જઈ પૂરી થશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે