આ 3 રાશિવાળા જબરદસ્ત ધનલાભ માટે તૈયાર થઈ જાઓ, અત્યંત શુભ 'ધનશક્તિ યોગ'થી ભાગ્ય ઉઘડી જશે
Trending Photos
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. આ સાથે જ ગ્રહોની સ્થિતિમાં ફેરફારના કારણે અન્ય ગ્રહોની સાથે યુતિ થવાથી શુભ અને અશુભ ગ્રહોનું નિર્માણ પણ થતું હોય છે. જાન્યુઆરી મહિનામાં અનેક ગ્રહોની સ્થિતિમાં ફેરફારની સાથે યુતિ પણ થઈ છે. આવામાં મકર રાસિમાં મંગળ અને શુક્રની યુતિ થઈ રહી છે. જેનાથી ધન શક્તિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ધન શક્તિ યોગ બનવાથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ફેબ્રુઆરી મહિનાની 12 તારીખે મકર રાશિમાં પ્રવેશ કરશે. આવામાં મંગળ અને શુક્રની યુતિથી શુભ યોગ ધન શક્તિ યોગનું નિર્માણ થઈ રહ્યુ છે. આ યોગ 7 માર્ચ સુધી રહેશે. જાણો કઈ રાશિઓને તેનાથી થશે ફાયદો...
મેષ રાશિ
આ રાશિમાં શુક્ર અને મંગળની યુતિ દસમા ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને પ્રસિદ્ધ, ઓળખ અને ખુબ માન સન્માન મળશે. કરિયરમાં જો તમે ધ્યાન કેન્દ્રીત કરશો તો અપાર સફળતાની સાથે પ્રગતિના પ્રબળ યોગ છે. આ સાથે પ્રોફેશનલ લાઈફમાં વિકાસ અને ઉન્નતિના માર્ગ ખુલી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે. મેષ રાશિના જાતકોનો વ્યવહારિક વિચાર ખુબ સારો રહેશે. સંબંધોમાં સકારાત્મકતા આવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ખુબ સારું રહેશે.
વૃષભ રાશિ
આ રાશિમાં ધન શક્તિ યોગ નવમ ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને પણ લાભ મળવાના પૂરેપૂરા એંધાણ છે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધશે. કરિયરમાં પ્રગતિની સાથે સફળતા મળશે. લક્ષ્યને પામવામાં સફળ થશો. વ્યવસાયની વાત કરીએ તો અનેક નવી તકો મળી શકે છે. જો નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમયગાળામાં શરૂ કરી શકો છો. આ સાથે જ વિદેશ યાત્રાનું સૌભાગ્ય પણ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા દ્વારા લેવાયેલા નાણાકીય નિર્ણયની અસર હવે જોવા મળશે. પાર્ટનર સાથે સારો સમય વિતશે. લાંબા સમયથી ચાલી આવી રહેલી લડાઈ, કલેશ હવે સમાપ્ત થઈ શકે છે. આ સાથે સ્વાસ્થ્ય અંગે તમારે સજાગ રહેવાની પણ જરૂર છે.
કન્યા રાશિ
ધન શક્તિ યોગ આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવી શકે છે. ધાર્મિક કામમાં રસ વધશે. આ રાશિમાં આ યોગ પાંચમા ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને અનુકૂળ પરિણામ મળી શકે છે. શુક્રની સ્થિતિ તમારા જીવનમાં ખુશીઓ ભરી દેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જીવનમાં સુખ સમૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે તમારા કામની પ્રશંસા થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. બાળકો સાથે સારો સમય પસાર કરશો. સ્વાસ્થ્યની સ્થિતિ વિશે વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે