દેશમાં ઉજવાઇ રહ્યો છે 71મો ગણતંત્ર દિવસ, રાજપથ પર જોવા મળશે શૌર્ય અને પરાક્રમની ઝાંખી

દેશ આજે 71મો ગણતંત્ર દિવસ (Republic Day 2020) ઉજવી રહ્યો છે. આજે રાજપથ પર થાનર ગણતંત્ર દિવસ સમારોહ માટે સમગ્ર દિલ્હીમાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચશે અને શહીદોને નમન કરશે. 

દેશમાં ઉજવાઇ રહ્યો છે 71મો ગણતંત્ર દિવસ, રાજપથ પર જોવા મળશે શૌર્ય અને પરાક્રમની ઝાંખી

નવી દિલ્હી: દેશ આજે 71મો ગણતંત્ર દિવસ (Republic Day 2020) ઉજવી રહ્યો છે. આજે રાજપથ પર થાનર ગણતંત્ર દિવસ સમારોહ માટે સમગ્ર દિલ્હીમાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચશે અને શહીદોને નમન કરશે. ત્યારબાદ રાજપથ પર સત્તાવાર રીતે ગણતંત્ર દિવસ સમારોહનો શુભારંભ થશે. આજે થનાર સમારોહ માટે બ્રાજીલના રાષ્ટ્રીય જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આજે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશની સુરક્ષામાં તૈનાત વિભિન્ન સુરક્ષાબળોની પરેડને સલામી આપશે. ત્યારબાદ દેશના વિભિન્ના રાજ્યો અને મંત્રાલયોની ઝાંખી રજૂ કરવામાં આવશે.  

આ અવસર પર વિભિન્ન સ્કૂલોના વિદ્યાર્થી અને બહાદુર પુરસ્કાર પ્રાપ્ત કરનાર બાળકો પણ ઝાંખીનો ભાગ હશે. 

ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્હીની તમામ બિલ્ડીંગો પરથી શહેર પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળતી માહિતી અનુસાર વિધ્વંસકારી તાકાતો ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર મોકાની તલાશમાં છે. તેમના નિશાના પર ભીડભાડવાળા બજાર અને સરકારી બિલ્ડીંગો હોઇ શકે છે. તેને ધ્યાનમાં રાખતાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. 

પોલીસે શનિવારથી જ નવી દિલ્હી, મધ્ય દિલ્હી અને ઉત્તરી દિલ્હીની બહુમાળી ખાનગી ઇમારતો અને રાજકીય ઇમારતોને ખાલી કરાવીને તેને સીલ કરવાનો નિર્ણય લીધો છે, જેથી વિધ્વંસકારી તાકાતોને સંતાઇને તેમના ઇરાદાને પુરી કરવાની તક ન મળે. દિલ્હી પોલીસના મુખ્યાલય અનુસાર, આ વખતે 48 કંપની કેન્દ્રીય અર્ધસૈનિક બળ ગણતંત્ર દિવસના દિવસે રાજધાની દિલ્હીના ખૂણે ખૂણે તૈનાત છે. જ્યારે દિલ્હી પોલીસના 22 હજાર જવાન ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન તેનાથી પૂર્વ એટલે શનિવારે બપોરથી તૈનાત કરી દેવામાં આવી છે. 

ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન જે પણ સ્થળ અને બિલ્ડીંગ સંવેદનશીલ ગણવામાં આવી રહી છે, ત્યાં દિલ્હી પોલીસના બ્લેકકેટ કમાન્ડો તૈનાત કરવામાં આવશે. પરેડ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં અયોજિત 'એટહોમ' સુધી સુરક્ષાની આકરી વ્યવસ્થા રહેશે. 

ઇમરજન્સીની સ્થિતિમાં મદદ માટે હરતા ફરતા 'મોબાઇલ કંટ્રોલ રૂમ' પણ બનાવવામાં આવ્યા છે. આ વિશેષ પ્રકારના મોબાઇલ કંટ્રોલ રૂમના ખુફીય કોલ સાઇન પણ નિર્ધારિત કરી દેવામાં આવ્યા છે, જે ઇમરજન્સીથી સ્થિતિમાં ફક્ત દિલ્હી પોલીસ જ સાંભળી અને સમજી શકશે. પરેડ દરમિયાન ભીડને રોકવા પણ ધ્યાન રાખવામાં આવી શકશે. તેના માટે ટ્રાફિક પોલીસના 2000થી વધુ જવાનો રોડ પર ગોઠવી દેવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જય સિંહ રોડ નવનિર્મિત પોલીસ મુખ્યાલય ભવન સભાગરમાં દિલ્હી પોલીસ આયુક્ત અમૂલ્ય પટનાયકે એક ગોપનીય બેઠક બોલાવી હતી. ત્રણ દાયકાના દિલ્હીના ઇતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે દિલ્હી પોલીસ કમિશ્નરએ ગણતંત્ર દિવસ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, જમ્મૂ કાશ્મીર અને મધ્ય પ્રદેશ સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક બોલાવી હોય. બેઠકનો ઉદ્દેશ્ય દિલ્હીમાં શાંતિપૂર્ણ ચૂંટણી અને ગણતંત્ર દિવસ પર સુરક્ષાની આકરી વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news