Red Fort violence: દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધાયો, સ્પેશિયલ સેલ કરશે તપાસ

26 જાન્યુઆરીએ ભડકેલી હિંસાના મામલામાં દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે. સ્પેશિયલ સેલ સાથે જોડાયેલા અધિકારીઓ પ્રમાણે યૂએપીએ હેઠળ જે કેસ દાખલ ખયો છે, તેમાં ITO સહિત તમામ જગ્યાએ જે હિંસા થઈ છે, તેની તપાસ કરવામાં આવશે.
 

Red Fort violence: દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધાયો, સ્પેશિયલ સેલ કરશે તપાસ

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસના દિવસે કિસાનોની ટ્રેક્ટર પરેડ (Farmers Tractor parade) દરમિયાન લાલ કિલ્લા સહિત અન્ય સ્થાનો પર થયેલી હિંસાના મામલામાં દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે. 

કિસાન આંદોલન (kisan andolan) સાથે જોડાયેલા કિસાન નેતાઓની મુશ્કેલી વધી શકે છે. 26 જાન્યુઆરીએ ભડકેલી હિંસાના મામલામાં દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે. સ્પેશિયલ સેલ સાથે જોડાયેલા અધિકારીઓ પ્રમાણે યૂએપીએ હેઠળ જે કેસ દાખલ ખયો છે, તેમાં ITO સહિત તમામ જગ્યાએ જે હિંસા થઈ છે, તેની તપાસ કરવામાં આવશે.

દિલ્હી પોલીસના (Delhi police) સ્પેશિયલ એસીપી લલિત મોહન નેગીને લાલકિલ્લા હિંસા મામલામાં નોંધાયેલી યૂએપીએની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. નેગી તે વાતની તપાસ કરશે કે લાલ કિલ્લાની ઝંડા ઘટના અને તોફાનોમાટે શું ષડયંત્ર રચવામાં આવી હતું. એસીપી લલિત મોહમ નેગીને એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. 

મહત્વનું છે કે દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસર પર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોએ ટ્રેક્ટર માર્ચ કાઢી હતી. આ દરમિયાન અનેક જગ્યાએ હિંસા થઈ હતી. હિંસાને લઈને આશરે બે ડઝન કેસ નોંધવામાં આવ્યા છે. એફઆઈઆરમાં ઘમા કિસાન નેતાઓનો ઉલ્લેખ છે. પોલીસ આ મામલામાં ષડયંત્રને લઈને પણ એફઆઈઆર નોંધશે. હિંસાની પાછળ જે લોકો છે, તેની પણ તપાસ કરવામાં આવશે.

ગાઇડલાઇનના ઉલ્લંઘન કરનારી એફઆઈઆરમાં ઘણા કિસાન નેતાઓનું નામ છે. ડો. દર્શનપાલ, જોગિંદર સિંહ ઉગ્રાહા, બૂટા સિંહ, બલબીર સિંહ રાજેવાલ, રાકેશ ટિકૈત અને રાજેન્દ્ર સિંહ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. આ નેતાઓની સાથે વાતચીત કરી રહેલી દિલ્હી પોલીસે એનઓસી આપી છે. ટ્રેક્ટર માર્ચ દરમિયાન નિયમ તોડવાને લઈને પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news