Rajasthan News: બળાત્કાર અને છેડતીના આરોપીઓને રાજસ્થાનમાં નહીં મળે નોકરી, મહિલા સુરક્ષા પર સરકારનો નિર્ણય

Ashok Gehlot News : મહિલાઓ સાથે છેડતી અને બળાત્કાર કરનાર લોકો સામે રાજસ્થાનમાં હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આવા આરોપીઓને સરકારી નોકરી અપાશે નહીં. 

Rajasthan News: બળાત્કાર અને છેડતીના આરોપીઓને રાજસ્થાનમાં નહીં મળે નોકરી, મહિલા સુરક્ષા પર સરકારનો નિર્ણય

જયપુરઃ રાજસ્થાન સરકાર હવે રોમિયોગીરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરશે. રાજસ્થાનમાં આવા લોકોને હવે સરકારી નોકરી પણ મળશે નહીં. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિર્ણય કર્યો છે કે કોઈ વ્યક્તિ મહિલાની સતામણી અને દુષ્કર્મના મામલામાં આરોપી હશે તો તેને સરકારી નોકરીનો લાભ મળશે નહીં. આ નિર્ણયની જાહેરાત ગેહલોતે ટ્વીટ કરીને આપી છે. 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કર્યું ટ્વીટ
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટમાં લખ્યું કે, 'રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે યુવતીઓ તથા મહિલાઓ સાથે છેડછાડ, દુષ્કર્મના પ્રયાસ તથા દુષ્કર્મના આરોપીઓ તથા રોમિયાઓને સરકારી નોકરીઓમાં પ્રતિબંધિત કરવામાં આવશે. આ માટે રોમિયોગીરી કરનારાનો પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટરોની જેમ રેકોર્ડ રાખવામાં આવશે તથા રાજ્ય સરકાર/ પોલીસ દ્વારા જારી કરવામાં આવતા તેના ચરિત્ર પત્રમાં ઉલ્લેખ કરવામાં આવશે. આવા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની જરૂર છે.'

— Ashok Gehlot (@ashokgehlot51) August 8, 2023

મોડી રાત સુધી ખુલા રહેતી નાઇટ ક્લબ અને બાર પર થશે કાર્યવાહી
મુખ્યમંત્રી ગેહલોતે કહ્યુ કે નક્કી સમય બાદ ખુલ્લી રહેતી નાઇટ ક્બલ અને બાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ક્લબોના મેનેજરોની સાથે માલિકોની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે તથા નિયમો ભંગ કરવા માટે ક્લબોના લાયસન્સ રદ્દ કરવામાં આવશે. 

ભીલવાડા કાંડમાં પરિવારજનોને મળશે ન્યાય
ભીલવાડામાં સગીર સાથે દુષ્કર્મ તથા હત્યાની ઘટના દુખદ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસે આ ઘટનામાં તત્કાલ કાર્યવાહી કરી અને ગુનેગારોને જલદી સજા અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગેહલોતે કહ્યું કે આ ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news