અયોધ્યા કેસ Live: વકીલે સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપી કહ્યું- ‘જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ છે’

અયોધ્યા કેસમાં ત્રીજા દિવસની સુનાવણીમાં રામલાલા વિરાજમાન વતી ચાલી રહેલી ચર્ચામાં હાજર વકીલ કે. પરાસરને જનની ‘જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિપ ગરીયસિ’ સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપતા કહ્યું કે જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે

અયોધ્યા કેસ Live: વકીલે સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપી કહ્યું- ‘જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ છે’

નવી દિલ્હી: અયોધ્યા કેસમાં ત્રીજા દિવસની સુનાવણીમાં રામલાલા વિરાજમાન વતી ચાલી રહેલી ચર્ચામાં હાજર વકીલ કે. પરાસરને જનની ‘જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિપ ગરીયસિ’ સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપતા કહ્યું કે જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. રામ જન્મસ્થાનનો અર્થ એક એવું સ્થાન જ્યાં દરેકની આસ્થા અને વિશ્વાસ છે. આ પહેલા બુધવારના રોજ પાંચ જજોની બંધારણીય બેન્ચ તરફથી જસ્ટિસ બોબડેએ શ્રીરામલલા વિરાજમાનના વકીલ કે. પરાસરનથી પૂછ્યુ કે જે રીતે રામનો કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે, તે રીતે શું અન્ય ભગવાનનો બીજો કોઈ કિસ્સો આવ્યો છે? શું જીઝસ એટલે કે ઈસુ ખ્રિસ્ત, બેથલેહેમમાં જન્મ્યા હતા તેના પર કોઇ કોર્ટમાં સવાલ ઉઠ્યો છે? રામલલા કે વકીલે કહ્યું કે, તેઓ આ વિશે તપાસ કરાવીને જવાબ આપશે.

કે. પરાસરને બુધવારે જ શ્રીરામલલા વિરાજમાનનો પક્ષ રાખતા કોર્ટમાં કહ્યું કે, લોકોની વિશ્વાસ અને માન્યતા છે કે રામ ત્યાં વિરાજમાન છે અને આ પોતે જ નક્કર પુરાવા છે કે તે રામનું જન્મસ્થળ છે. બ્રિટિશ રાજ્યમાં પણ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પાર્ટીશન કર્યું હતું તો તે સ્થળને મસ્જિદની જગ્યાએ રામજન્મ સ્થળનું મંદિર કહ્યું હતું. બ્રિટિશ યુગના નિર્ણયમાં, બાબરની બનાવેલી મસ્જિદના સ્થળ પર રામના જન્મસ્થળનો ઉલ્લેખ કર્યો હતો.

નિર્મોહી અખાડો
અયોધ્યા કેસમાં 18 પક્ષો છે. 6 ઓગ્સટથી શરૂ થયેલી સુનાવણીમાં સૌથી પહેલા નિર્મોહી અખાડાનો પક્ષ સંભળવામાં આવ્યો. કોર્ટે તેમના દાવાના પૂરાવા માગ્યા. તેના પર નર્મોહી અખાડાના વકીલે બુધવારે કહ્યું કે, નિર્મોહી અખાડાના દસ્તાવેજ અને પુરાવા 1982માં લૂંટારૂઓ લઇ ગયા. આ વાત નિર્મોહી અખાડાના વકીલે અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહી. અખાડાના વકીલે આ વાત કોર્ટમાં ત્યારે કહી જ્યારે ચીફ જસ્ટિસે અખાડાને કહ્યું કે, તેઓ સરકાર દ્વારા 1949માં જમીનનું અટેચમેન્ટ કરતા પહેલા જમીનના માલિક હોવાના હકને દર્શાવતા દસ્તાવેજ, રાજસ્વ રેકોર્ડ અથવા અન્ય કોઇ પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરે. નિર્મોહી અખાડાએ કહ્યું કે, આ મામલે તે નિઃસહાય છે. વર્ષ 1982માં અખાડામાં એએક લૂટ થઇ હતી. જેમાં તેમણે તે સમયે પૈસાની સાથે સાથે તેના દસ્તાવેજોને પણ ગુમાવ્યા હતા. તેના પર ચિફ જસ્ટિસે (CJI) પૂછ્યું- શું અન્ય પુરાવા એકત્ર કરવા માટે કેસ સાથે સંબંધિત દસ્તાવેજોમાં ફેરબદલ કરવામાં આવ્યા હતા?

આ પહેલા જસ્ટિસ બોબડેએ પૂછ્યું- શું ડિસેમ્બર 1949 ની કલમ 145 સીઆરપીસી હેઠળ રામ જન્મભૂમિના અધિગ્રહણના સરકારના હુકમને પડકારવાનો નિર્મોહી અખાડાને અધિકાર છે? કારણ કે કાયદામાં નિર્ધારિત અવધિની સમાપ્તિ પછી નિર્મોહી અખાડાએ આ હુકમને નીચલી અદાલતમાં પડકાર્યો હતો. ખરેખર, અખાડાએ નિયત અવધિ (6 વર્ષ)ની સમાપ્તિ પછી 1959માં આદેશને પડકાર્યો હતો. તેના પર અખાડાએ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, 1949માં સરકારનો અટેચમેન્ટ ઓર્ડર હતો અને તે ઓર્ડરની સામે મામલો 1959 સુધી નીચલી અદાલતમાં પેન્ડિંગ હતો. એટલા માટે 1959માં નિર્મોહી અખાડાએ નીચલી કોર્ટમાં તેમની અરજી દાખલ કરી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news