29 જુલાઈએ અંબાલા પહોંચશે રાફેલ, એરફોર્સ બેઝની આસપાસ કલમ 144 લાગૂ
રાફેલ વિમાન 27 જુલાઈએ ફ્રાન્સથી ભારત માટે રવાના થયા હતા. 5 રાફેલ 29 જુલાઈએ અંબાલા એરફોર્સમાં સામેલ થશે.
Trending Photos
અંબાલાઃ અત્યાધુનિક મિસાઇલો અને ઘાતક બોમ્બથી લેસ ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક ફાઇટર જેટ રાફેલ 29 જુલાઈએ અંબાલા પહોંચવાના છે. તેને લઈને અંબાલા એરફોર્સની આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવશે. એક સપ્તાહની અંદર જ આ વિમાનોને કોઈ પણ મીશન માટે તૈયાર કરવામાં આવશે. આ ફાઇટર જેટને ઉડાવવા માટે કુલ 12 પાયલટોને ટ્રેનિંગ આપવામાં આવી છે.
મહત્વનું છે કે કુલ 5 રાફેલ 27 જુલાઈએ ફ્રાન્સથી ભારત માટે રવાના થયા હતા. સોમવારે તેણે અબુધાબીમાં લેન્ડિંગ કર્યું હતું. ચીન અને પાકિસ્તાનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફાઇટર જેટની ભારત માટે રવાનગી ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. રાફેલ વિમાનોના રવાના થતાં પહેલા ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે રાફેલ વિમાનો અને ઈન્ડિયન એરફોર્સના પાયલટોની તસવીર પણ જારી કરી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે