Saif Ali Khan ની વેસ સીરીઝ પર 'તાંડવ' શરૂ, ભાજપના નેતાએ કહ્યું- 'હવે સંયમ નહી! રણ થશે'
રામકદમે કહ્યું કે આવું ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી હાથ જોડીને માફી માંગતા વિવાદિત તાંડવ (Taandav) વેબ સીરીઝને પોતાના પોર્ટલ પરથી ડિલીટ કરવામાં આવતી નથી.
Trending Photos
મુંબઇ: OTT પ્લેટફોર્મ પર હાજર વેબ સીરીઝ તાંડવ (Taandav)નો વિરોધ સતત વધતો જાય છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપના ધારાસભ્ય રામકદમ (BJP MLA Ram Kadam) એ અમેઝોનના વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અમેઝોન (Amazon) ના બોયકોટની માંગ કરી છે. તેમણે કહ્યું કે તમામ દેશવાસી તથા વિશ્વભરના હિન્દુભાઇ Amazon ના ઉત્પાદન ખરીદવાનું તાત્કાલિક બંધ કરે. ભાજપના નેતા રામકદમએ કંપનીના પ્રાઇમ વીડિયો એપ (Amazon Prime Video App) પણ ડિલીટ કરવાની અપીલ કરી છે.
રામકદમે કહ્યું કે આવું ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી હાથ જોડીને માફી માંગતા વિવાદિત તાંડવ (Taandav) વેબ સીરીઝને પોતાના પોર્ટલ પરથી ડિલીટ કરવામાં આવતી નથી. ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આ મામલાને લઇને તેમણે રણ હોવાની વાત કરતાં આસ્થાની મજાક ઉડાવવાની વાતને કઠોર દંડની માંગ કરી. તેમણે કહ્યું કે હવે સંયમ નહી ફક્ત જવાબ આપવામાં આવશે.
આ પણ વાંચો:- Corona Vaccine લગાવ્યાના 24 કલાક બાદ વોર્ડ બોયનું મોત, પરિવારનો આરોપ-રસી લગાવવાથી થયું મોત
જુઓ ભાજપન ધારાસભ્યનું વધુ એક ટ્વીટ
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં રામ કદમ (Ram Kadam) સૈફ અલી ખાન (Saif Ali Khan) ની તાંડવ (Taandav) સીરીઝને લઇને પોલીસ મથકમાં જઇને આ મામલાને લઇને એફઆઇઆર (FIR) નોંધાવી છે.
રામકદમએ કહ્યું કે કંપનીના વિરોધમાં ધરણા-પ્રદર્શનની જાહેરાત કરી હતી. બકૌલ રામકદમ કંપનીના વિરોધમાં તેમણે ચેતાવણી આપશે જેથી હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરનાર દ્વશ્ય બતાવવાની કોઇ હિંમત ન કરે.
આ પણ વાંચો:- જેની જેની પાસે માંગી મદદ, તેને તેને લૂંટી ઇજ્જત, કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર 6 આરોપીની ધરપકડ
સરકારે માંગ્યો હતો જવાબ
તમને જણાવી દઇએ કે એક વર્ષ પહેલાં જ કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની OTT ના પ્રમુખો સાથે મીટિંગ થઇ હતી જેમાં વેબ સીરીઝ પર અનર્ગલ કન્ટેંટ પર પ્રતિબંધ લગાવવાની નિયમાવલી બનાવવા માટે કહ્યું હતું. તેમછતાં તેના (Taandav) માં હિન્દુ-દેવી દેવતાઓની મજાક ઉડાવી છે. રિપોર્ટ્સ અનુસાર સૂચના તથા પ્રસારણ મંત્રાલયએ તાંડવ (Taandav) ના મેકર્સ 18 જાન્યુઆરી સુધી જવાબ માંગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે