Modi 3.0 માં મંત્રીપદ ન મળતાં નારાજ રાજીવ ચંદ્રશેખરની રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત
Rajeev Chandrashekhar Retirement From Politics: મોદી 3.0 માં મંત્રીપદ ન મળવાથી નારાજ રાજીવ ચંદ્રશેખરે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પરંતુ સાથે તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાના રૂપમાં તે પોતાનું કામ ચાલુ રાખશે.
Trending Photos
Rajiv Chandrashekhar Former Modi cabinet Minister: પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે રવિવારે રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં તિરૂવનંતપુરમથી કોંગ્રેસના શશિ થરૂર સામે હાર્યા બાદ રાજીવ ચંદ્રશેખરે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, પરંતુ સાથે જ કહ્યું કે એક ભાજપ કાર્યકર્તાના રૂપમાં તે પોતાનું કામ ચાલુ રાખશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સાંસદ અને મંત્રીના રૂપમાં તેમનું કેરિયર સમાપ્ત થયું છે. પરંતુ તે ભાજપ કાર્યકર્તાના રૂપમાં કામ ચાલુ રાખશે.
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. શશિ થરૂરે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને હરાવ્યા હતા. શશિ થરૂરને 358,155 વોટ મળ્યા હતા. તેમની મત ટકાવારી 37.19 ટકા હતી, જ્યારે ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરને 342,078 મત મળ્યા હતા. તેમને 35.52 ટકા મત મળ્યા હતા.
PM & MPs Salary: કેટલો મળશે PM ને પગાર, સાંસદો અને મંત્રીઓને કઇ-કઇ મળે છે સુવિધાઓ?
Loan Interest Rate: HDFC બેંકના ગ્રાહકો માટે ખુશખબરી, EMI નો બોજો થશે ઓછો
જ્યારે સીપીઆઈના પન્નયન રવીન્દ્રનને 247,648 વોટ મળ્યા હતા. તેમને 25.72 ટકા મત મળ્યા હતા. વર્ષ 2019માં પણ આ સીટ પરથી ડૉ. શશિ થરૂર જીત્યા હતા. ભાજપે તેમની સામે રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ હાર્યા હતા.
રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કર્યું કે આજે મારી 18 વર્ષની સાર્વજનિક સેવા સમાપન થાય છે, જેથી 3 વર્ષ મને પીએમ મોદીજીની ટીમ મોદી 2.0 ની સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. હું નિશ્વિત રૂપથી એક ઉમેદવારના રૂપમાં પોતાની 18 વર્ષની સાર્વજનિક સેવાને સમાપ્ત કરવાનો ઇરાદો ધરાવતો નથી, જે ચૂંટણી હારી ગયો, પરંતુ એવું જ થયું.
Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ
Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસ
BJP leader Rajeev Chandrasekhar tweets, "Today curtains down on my 18-year stint of public service, of which 3 years I had the privilege to serve with PM Narendra Modi TeamModi2.0. I certainly didnt intend to end my 18 years of public service, as a candidate who lost an Election,… pic.twitter.com/OMQi2jxKtC
— ANI (@ANI) June 9, 2024
તેમણે કહ્યું કે તે તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું જેને હું મળ્યો, જેમને મારું સમર્થન કર્યું અને વિશેષ રૂપથી તે તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને જેમને મને આટલો પ્રેરિત કર્યો અને ઉર્જાવાન બનાવ્યો.
એક છીંકમાં બહાર આવી ગયા આંતરડા, આખી ઘટના જાણશો તો ઉંભા થઇ જશે રૂવાડાં
Shani Vakri 2024: સાવધાન...જૂનમાં શનિદેવ થશે વક્રી, આ 4 રાશિઓને વેઠવો પડશે પ્રક્રોપ
તેમણે કહ્યું કે ગત 3 વર્ષોમાં સરકારમાં મારા સહયોગીઓનો ધન્યવાદ. તેમણે આગળ કહ્યું કે ભાજપ કાર્યકર્તાના રૂપમાં હું પાર્ટીનું સમર્થન અને કામ કરવાનું ચાલુ રાખીશ. પછી હું તેમને વધુ એક પોસ્ટ કરતાં સ્પષ્ટ કર્યું મે હું રાજકીય કેરિયર એક કાર્યકર્તાના રૂપમાં ચાલુ રાખીશ. સાંસદ કે મંત્રીના રૂપમાં મારું કેરિયર 18 વર્ષ બાદ સમાપ્ત થાય છે. તેમણે કહ્યું કે 'ઘણા બધા લોકો મારી ટ્વીટને ખોટી રીતે સમજી રહ્યા છે એટલા માટે સ્પષ્ટીકરણ આપી રહ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે