રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : સામાન્ય હિંસા વચ્ચે 72.14 ટકા મતદાન

રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે આજે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : સામાન્ય હિંસા વચ્ચે 72.14 ટકા મતદાન

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે આજે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે.  રાજસ્થાનના 4.74 કરોડ નોંધાયેલ મતદારો 2,274 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ કરશે. ચૂંટણી પ્રક્રિયામાં સુરક્ષા માટે 1.44 લાખ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યની વિધાનસભામાં આમ તો કુલ 200 બેઠક છે, પરંતુ અલવર જિલ્લાની રામગઢ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદજવાર લક્ષ્મણ સિંહનું અવસાન થઈ જતાં આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યની મતગણતરી 11 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. 

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી આનંદ કુમારે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં 2 લાખ કરતાં વધુ EVM અને VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવશે. રાજસ્થાનમાં આ પ્રથમ વખત VVPAT મશીનનો ચૂંટણીમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપ તમામ 199 બેઠક પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસે 194 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. બાકીની 5 બેઠકો કોંગ્રેસે ગઠબંધન કરનારા પક્ષોને આપી છે. બહુજન સમાજ પાર્ટીના 190 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સીપીઆઈ (એમ)ના 28 અને સીપીઆઈના 16 ઉમેદવાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

રાજસ્થાનમાં સાંજે મતદાન પૂર્ણ થયું ત્યારે 72.14 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં થયેલી છૂટક હિંસાને બાદ કરતાં રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. હવે એ જોવાનું છે કે, રાજ્યમાં ભાજપની સરકાર બને છે કે કોંગ્રેસની. 

-  બપોરે 3 વાગ્યા સુધીમાં 59.43ટકા મતદાન નોંધાયું.
_ બપોરે 1 વાગ્યા સુધીમાં 41.53 ટકા મતદાન નોંધાયું.
-ઝૂંઝૂનુંમાં ભાજપના ઉમેદવારના સમર્થકો સાથે ધક્કામુક્કીના પણ અહેવાલ છે. અહીંના સીકર ફતેહપુરમાં મતદાન દરમિયાન જૂથ અથડામણ  થઈ. ત્યારબાદ લોકોએ બસોમાં તોડફોડ કરી. 
- કેટલાક વાહનોમાં પણ આગજની કરી. આ ઘટના સીકર ફતેહપુર સુભાષ સ્કૂલમાં બનાવવામાં આવેલા મતદાન કેન્દ્ર પર થઈ. જો કે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. 30 મિનિટ  બાદ મતદાન શરૂ થઈ શક્યું. 


- ખોટકાયેલું ઈવીએમ બદલવામાં આવ્યું અને ત્યારબાદ મેઘવાલે મતદાન કર્યું. 
- રાજસ્થાનની 199 બેઠકો પર સવારે 9 વાગ્યા સુધીમાં 6.11 ટકા મતદાન નોંધાયું. 
- જયપુરના કોટપૂતલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 6.11 ટકા મતદાન રેકોર્ડ થયું.
- બીકાનેરના મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જૂનરામ મેઘવાલને પણ ઈવીએમ ખરાબ થવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો. છેલ્લા એક કલાકથી તેઓ મતદાન કેન્દ્રની બહાર ઊભા રહીને ઈવીએમ કામ કરવાનું શરૂ કરે તેની રાહ જોઈને ઊભા રહ્યાં હતાં.

राजस्'€à¤¥à¤¾à¤¨ चुनाव LIVE : मुख्'€à¤¯à¤®à¤‚त्री वसुंधरा राजे ने डाला वोट, कई मतदान केंद्रों पर ईवीएम खराब

- મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડના મતદાન કેન્દ્ર સંખ્યા 31એ પર જઈને મતદાન કર્યું. તેમણે કહ્યું કે રાજસ્થાનના લોકોએ અમારું કામ જોયું છે. તેમણે મતદારોને મતદાનની અપીલ કરી. તેમણે કહ્યું કે અમે પ્રદેશના વિકાસ માટે કામ કર્યું. રાજસ્થાન મહિલાઓનું અપમાન સહન કરશે નહીં. 
-સવારે 9 વાગ્યા સુધીમાં 6.11% મતદાન થયું, સીએમ રાજે સહિત અનેક મંત્રીઓએ કર્યું મતદાન
- સાંગાનેર, બસ્સી, કિશનપોલ, માલવીય નગર, ઝોટવાડા અને વિદ્યાધર નગરમાં પણ ઈવીએમ ખરાબ
- જયપુરના સિવિલ લાઈન્સના બુથ નંબર 249 અને 142 પર ઈવીએમ ખરાબ થવાના અહેવાલ.
- રાજ્યમાં 20 લાખથી વધુ મતદારો આજે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યાં છે.

રાજસ્થાનમાં ખરાખરીનો જંગ LIVE: 199 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ, 2,274 ઉમેદવારો મેદાનમાં

આનંદ કુમારે વધુમાં જણાવ્યું કે, "રાજ્યમાં કુલ 4,74,37,761 નોંધાયેલા મતદારો છે, જેમાંથી 2.27 કરોડ મહિલા છે. 20,20,156 યુવાનો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણી પંચને અત્યાર સુધીમાં આચારસંહિતાના ઉલ્લંઘનની 3,784 ફરિયાદો મળી છે, જેમાંથી 3,098 ફરિયાદો સાચી ઠરી છે. રાજ્યમાં 13,182 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે.  " 

રાજ્યમાં ચૂંટણી લડી રહેલા મુખ્ય ચહેરાઓમાં વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે (ઝાલરપટન), ભાજપના વરિષ્ઠ નેતા જસવંત સિંહનો પુત્ર માનવેન્દ્ર સિંહ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યો છે. કોંગ્રેસના સચિન પાઈલટ અને રાજસ્થાનના પરિવહન મંત્રી યુનુસ ખાન વચ્ચે ટોંક બેઠક પર કાંટાની ટક્કર છે. અશોક ગેહલોત સરદારપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

રાજ્યના ડીજીપી ઓ.પી. ગલહોતેએ જણાવ્યું કે, "ચૂંટણી પ્રચાર દરમિયાન રૂ.15 કરોડની રોકડ રકમ પકડવામાં આવી છે. આ ઉપરાંત, રૂ.25 કરોડનો દારૂ, રૂ.7.48 કરોડની નશીલી દવાઓ, રૂ.6.88 કરોડનું સોનું અને ચાંદી અને રૂ.11.89 કરોડના વાહનો આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજ્યમાંથી 4,000 જેટલા ગેરકાયદે હથિયારો પણ પકડાયા હતા."

અત્યારે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કુલ 163 બેઠક સાથે વસુંધરા રાજે મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજસ્થાનમાં ચાર જાતિઓ- જાટ, રાજપૂત, ગુર્જર અને મીણા સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. આ ઉપરાંત, મુસ્લિમ મતદારો પણ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય લડાઈ છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ રાજસ્થાનમાં લોકસભા બેઠક પ્રમાણે 2.5 લાખ રાજપુત મતદારો, 3.5 લાખ જાટ મતદાર અને 2.5 લાખ મુસ્લિમ મતદાર છે. મુસ્લિમો કોંગ્રેસની પરંપરાગત મતબેન્ક છે અને હવે રાજપુતો પણ કોંગ્રેસની પડખે આવી જતાં રાજસ્થાનમાં કોંગ્રેસનું પાસું મજબૂત થઈ ગયું છે. વળી, રાજપૂતો છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. 

રાજસ્થાન વિધાનસભા
કુલ બેઠકઃ 200
બહુમત માટે જરૂરી બેઠકઃ 101
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 7 ડિસેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 

2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 200
પક્ષ    સીટ
ભાજપ    163
કોંગ્રેસ    21
બસપા    3
NPP    4
NUZP    2
અપક્ષ    7

રાજસ્થાનમાં પરિવર્તન પેટર્ન
રાજસ્થાનમાં દેશનાં રાજ્યો કરતાં એક અલગ ચૂંટણી પેટર્ન રહી છે. અહીં છેલ્લા કેટલાય સમયથી દર પાંચ વર્ષે સત્તામાં પાર્ટી બદલાતી રહી છે. એટલે કે એક વખત કોંગ્રેસ સત્તામાં હોય તો તેના પછીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતી આવી છે. અગાઉ કોંગ્રેસના અશોક ગેહલોતની સરકારને હરાવીને 2013માં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. 

રાજસ્થાનમાં છેલ્લી પાંચ વિધાનસભા 
1993 : ભાજપ(95), કોંગ્રેસ(76) - ભૈરોંસિંહ શેખાવત(CM- ભાજપ)
1998 : કોંગ્રેસ (153), ભાજપ (33) - અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2003 : ભાજપ (120), કોંગ્રેસ (56) - વસુંધરા રાજે (CM- ભાજપ)
2008 : કોંગ્રેસ (96), ભાજપ (78) - અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2013 : ભાજપ (163), કોંગ્રેસ (21) - વસુંધરા રાજે (CM- ભાજપ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news