Rajasthan Cabinet: રાજસ્થાનમાં કેબિનેટનું વિસ્તરણ પરંતુ હજુ સૌથી મોટો સવાલ, પાયલોટને શું મળશે?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટને શું મળ્યું છે? શું તેમને કંઈ મળશે કે પાઈલટ ખાલી હાથે જ રહેશે? કે પછી તેમણે 2023ની વિધાનસભા ચૂંટણીના પરિણામો સુધી રાહ જોવી પડશે?
Trending Photos
જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા અશોક ગેહલોતના નેતૃત્વમાં કેબિનેટનું વિસ્તરણ થયું. જો કે આ સાથે જ પાર્ટીમાં સંગ્રામ શરૂ થઈ ગયો છે. કેબિનેટમાં સ્થાન ન મળવાથી ઘણા ધારાસભ્યો નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ધીમેધીમે રાજસ્થાનની રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે. ચારેબાજુ ચર્ચાનો વિષય બનેલા અશોક ગેહલોત સરકારની નવી કેબિનેટના શપથ ગ્રહણ કાર્યક્રમ પુરો થતા અનેક ધારાસભ્યોમાં અસંતોષ દેખાઈ રહ્યો છે.
કોઈ મોટા મિશન પર પાયલોટ?
કેબિનેટની રચના પહેલા સચિન પાયલોટે કહ્યું હતું કે 'આનાથી કોંગ્રેસના મુખ્ય કાર્યકરોની ભાગીદારી વધશે. મેં હંમેશા મુદ્દાઓ વિશે વાત કરી છે. હું ક્યારેય વ્યક્તિ વિશે વાત કરતો નથી. મારા દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી. સોનિયા, પ્રિયંકા અને રાહુલ અમારા નેતા છે.
પાયલોટનું સપનું 2023માં સાચું થશે?
પોતાના વિશે વાત કરતા પાયલટે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ છેલ્લાં 20 વર્ષોથી મને જે પણ જવાબદારી સોંપી, મેં તેને સારી રીતે પુરી કરવાની કોશિશ કરી. અમે લોકો પરિપાર્ટીથી અલગ થઈને 2023માં ફરીથી સરકાર બનાવવા માટે કાર્ય કરી રહ્યા છીએ. કયા મંત્રીને કયો વિભાગ સોંપવાનો છે, તેના પર વાતચીત થઈ ચૂકી છે. અજય માકન અને સીએમ અશોક ગેહલોતે તેના પર પોતાનો નિર્ણય લઈ લીધો છે.
2023 સુધી ગેહલોતની ખુરશી સુરક્ષિત?
તેનો મતલબ એવો થાય છે કે પોતાના સમર્થકોને સચિનને સરકારમાં સામેલ કરી લીધા છે. હવે તેઓ 2023 પર કામ કરશે. ચૂંટણી સુધી અશોક ગેહલોત રાજ્યની કમાન સંભાળશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તે પોતે (અશોક ગેહલોત) જ સચિવ પાયલોટને પ્રમોટ કરશે. પરંતુ આ માત્ર અનુમાન છે, તેમના વિશે હજુ સ્પષ્ટ કંઈ કહેવામાં આવ્યું નથી.
Jaipur: Congress MLAs Mahendrajeet Singh Malviya, Ramlal Jat, Mahesh Joshi, and Vishvendra Singh sworn in as Cabinet ministers in Rajasthan Govt by Governor Kalraj Mishra pic.twitter.com/BHCOLCNaZ7
— ANI (@ANI) November 21, 2021
ગેહલોતનો સામનો કેવી રીતે કરશે પાયલટ?
મુખ્યમંત્રી અશોક ગેહલોત સમયના હિસાબે ચાલીને પોતાના રાજનૈતિક વિરોધીઓને માત આપતા આવ્યા છે. પછી ભલે તે દિગ્ગજ નેતા પરસરામ મદેરણા હોય કે નવલ કિશોર શર્મા અથવા તો પછી હરિદેવ જોશી જ કેમ ના હોય. શિવચરણ માથુરથી લઈને સીપી જોશી સુધી અશોક ગેહલોતે સમય સમય પર રાજનૈતિક રીતે માત આપી છે. પાયલટને લઈને ગેહલોતે એવી રણનીતિ બનાવી કે પાયલોટ કંઈ કરી શક્યા નહીં.
આ ધારાસભ્ય બન્યા કેબિનેટ મંત્રી
રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજભવનમાં નવા મંત્રીઓને શપથ અપાવી. કુલ 15 મંત્રીઓએ શપથ લીધા જેમાં 11 કેબિનેટ મંત્રી સામેલ છે. કેબિનેટ મંત્રીઓ તરીકે હેમારામ ચૌધરી, મહેન્દ્રજીત સિંહ માલવિય, રામલાલ જાટ, મહેશ જોશી, વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણા, મમતા ભૂપેશ બેરવા, ભજનલાલ જાટવ, ટીકારામ જૂલી, ગોવિંદરામ મેઘવાલ, અને શકુંતલા રાવતે શપથ લીધા.
A total of 15 Rajasthan leaders, including 11 cabinet ministers, to take oath as part of the state cabinet reshuffle pic.twitter.com/1crm8Rzfje
— ANI (@ANI) November 20, 2021
આ ધારાસભ્યોને મળ્યું રાજ્યમંત્રીનું પદ
ઝાહિદા બેગમ, વૃજેન્દ્ર સિંહ ઓલા, રાજેન્દ્ર ગુઢા અને મુરારીલાલ મીણાને રાજ્યમંત્રી પદના શપથ અપાવ્યા. આ સમારોમાં સીએમ અશોક ગેહલોત અને તેમના મંત્રી પરિષદના હાલના મંત્રી રાજભવન પહોંચ્યા. આ ઉપરાંત એ 15 ધારાસભ્યો પણ બેઠકમાં પહોંચ્યાં જ્યાં પુર્નગઠન હેઠળ મંત્રીમંડળમાં જગ્યા મળી.
કેબિનેટમાં મહિલા મંત્રીઓની સંખ્યા 3 થઈ
રાજસ્થાનમાં કેબિનેટના વિસ્તાર બાદ તેમાં સામેલ મહિલા મંત્રીઓની સંખ્યા વધીને એકથી 3 થઈ. રાજ્યમંત્રી મમતા ભૂપેશને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી પદ ફાળવવામાં આવ્યું. જ્યારે બે નવા ચહેરા શકુંતલા રાવત (બાનસુર) ને કેબિનેટ અને ઝાહિદા ખાન (કામા)ને રાજ્યમંત્રી તરીકે મંત્રી પરિષદમાં સામેલ કરાયા છે. રાજસ્થાનના કુલ 200 ધારાસભ્યોમાંથી કોંગ્રેસના 108 સભ્યો છે જેમાં 156 મહિલાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે