Rain Update: ગરમીથી મળશે રાહત, વરસાદ પર આવી ગયું અપડેટ, IMDએ જાહેર કર્યું એલર્ટ

Weather Report: દેશના ઘણા રાજ્યોમાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યાં છે. વાવાઝોડા બિપરજોય બાદ હવે મોનસૂનનું આગમન થવાનું છે. પૂર્વી ભારતને પ્રચંડ ગરમીથી રાહત મળવાની આશા છે. 

Rain Update: ગરમીથી મળશે રાહત, વરસાદ પર આવી ગયું અપડેટ, IMDએ જાહેર કર્યું એલર્ટ

નવી દિલ્હીઃ Weather Report: દેશના ઘણા રાજ્યોમાં લોકો પ્રચંડ ગરમીથી પરેશાન છે. ચક્રવાત બિપરજોયની સાથે ઘણા રાજ્યોમાં મોનસૂનની એન્ટ્રી થવાની છે. પૂર્વી ભારત માટે પ્રચંડ ગરમીથી થોડી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું કે ચક્રવાત બિપરજોયના પ્રભાવને કારણે મોનસૂનના પૂર્વી ભારતમાં બેથી ત્રણ દિવસમાં એન્ટ્રી થવાની સંભાવના છે. 

ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સહિત ઘણા રાજ્યોમાં IMD એ આ પહેલા ગંભીર રૂપથી હીટવેવ સ્થિતિની ભવિષ્યવાણી કરી હતી. તો બીજીતરફ આ સપ્તાહે લૂનો પ્રકોપ સમાપ્ત થવાની સંભાવના છે. 

વર્તમાન હીટવેવને કારણે, IMDની શુક્રવારે જારી કરાયેલી દૈનિક હીટવેવ માર્ગદર્શિકા બિહારને રેડ એલર્ટ ચેતવણી હેઠળ મૂકેલ છે. કાળઝાળ ગરમીને કારણે પટના જિલ્લા સરકારે 12મા ધોરણ સુધીનું ઉનાળુ વેકેશન લંબાવ્યું છે. બિહારમાં શાળાઓ 24 જૂન સુધી બંધ રહેશે.

ચક્રવાત હાલમાં દક્ષિણ રાજસ્થાનની મધ્યમાં છે. જે આજે રવિવાર સાંજ સુધી લાગુ રહેશે. દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી પહેલા જ જારી કરવામાં આવી હતી. સોમવારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. યુપીમાં પણ 2-3 દિવસમાં સારો વરસાદ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાંથી આવતા પવનોને કારણે દિલ્હી-NCRમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. ચોમાસું 2-3 દિવસમાં પૂર્વ ભારતમાં પહોંચે તેવી શક્યતા છે.

શનિવાર 17 જૂને ચક્રવાતને કારણે રાજસ્થાનના ઘણા ભાગમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. MeT વિભાગે ક્રમશઃ બાડમેર, જાલૌર અને સિરોહી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જારી કર્યું હતું. 

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ચક્રવાત બિપરજોય ખાસ કરીને દિલ્હી-NCR અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં ભારે વરસાદ લાવવાની આગાહી કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news