કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની યાત્રામાં દેખાયા AAPના નેતા વશરામ સાગઠિયા, VIDEO વાયરલ

રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના પદગ્રહણમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે વશરામ સાગઠીયાએ કૉંગેસ છોડી AAPની ટોપી પહેરી છે.

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની યાત્રામાં દેખાયા AAPના નેતા વશરામ સાગઠિયા, VIDEO વાયરલ

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ AAPના નેતા વશરામ સાગઠીયાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં અમદાવાદમાં કોંગ્રેસની રેલીમાં રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા દેખાયા છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની યાત્રામાં વશરામ સાગઠિયા જોડાયા હોવાનો વીડિયો હાલ વાયરલ થયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના પદગ્રહણમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે વશરામ સાગઠીયાએ કૉંગેસ છોડી AAPની ટોપી પહેરી છે. ત્યારે ફરી એકવાર શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે આવતા સાગઠીયા તેમની સાથે દેખાતા રાજકારણ અટકળો તેજ બની ગઈ છે. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો સાથે વશરામ સાગઠીયા દેખાતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં ઇંદ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયાએ કોંગ્રેસ છોડી AAPમાં ગોઠવાયા છે. જોકે ઇંદ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી થયેલ સાગઠિયા AAP માં જ છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટમાં વોર્ડ નં.15માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ બારાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આથી બન્ને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે કામગીરી કરી રહ્યા હતા.

કોણ છે વશરામ સાગઠિયા?
રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામનો રહેવાસી છે. દલિત આગેવાન તરીકેની છાપ ધરાવે છે. વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલા તેઓ કોંગ્રસમાં હતા અને આ જ બેઠક પરથી પાતળી સરસાઇથી તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા. વશરામ સાગઠિયા હાલમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે. તેઓ અગાઉ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

રાહુલ ગાંધીના જન્મ દિવસે કામગીરી શરૂ કરીશ
પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા પહેલા શક્તિસિંહ ગોહિલે પદયાત્રા યોજી હતી. ગાંધી આશ્રમથી કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા યોજી હતી. કોંગ્રેસના નેતાઓને એકમંચ પર લાવી એકતાનો સંકેત આપ્યો હતો. આજે પદયાત્રા યોજી, આવતી કાલથી પદભાર સંભાળીશ. રાહુલ ગાંધીના જન્મ દિવસે કામગીરી શરૂ કરીશ. પદયાત્રા શક્તિ પ્રદર્શન નહીં પણ પ્રેમનું દર્શન છે. કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને પણ આવકારું છું. કોંગ્રેસની વિચારધારા સાથે સૌ સાથે આગળ વધીશું. ગુજરાતના લોકો સમક્ષ સકારાત્મ એજન્ડા સાથે જઈશું.    

મારી સામે પક્ષને વધુ મજબૂત કરવાનો પડકાર છે 
પદગ્રહણ કર્યા બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, લોકોને મુશ્કેલી ન પડે એ માટે આજે અમે રવિવારે રેલીનું આયોજન કર્યું હતું. હું આવતીકાલથી મારી કામગીરી શરૂ કરીશ. આવતીકાલે રાહુલગાંધીનો જન્મદિવસ હોવાથી આવતીકાલે જગદીશ ઠાકોર પાસેથી ચાર્જ લીધો અને જગન્નાથજી મંદિરે દર્શને જઈશ. આજે મારું કોઈ શક્તિ પ્રદર્શન ન હતું, પણ ગુજરાતની પ્રજાનો પ્રેમ દર્શન હતો. મારી સામે પક્ષને મજબૂત કરવાનો પડકાર છે એવા સૌથી વધુ પ્રશ્નો કરાયા. ગાંધીજીના આશીર્વાદને માથે રાખી ગુજરાતની જનતાના ભરોસે આગળ વધીશ. મુઠ્ઠીભર લોકો માલામાલ ન થાય અને સર્વગ્રાહી સૌનો વિકાસ એ જરૂરી છે.

ટીકા કરવાની હોય ત્યાં તથ્ય સાથે ટીકા કરજો 
શક્તસિંહ ગોહિલે કહ્યું કે, જ્યાં સૂચનો કરવાની જરૂર હોય ત્યાં સૂચન કરજો. ટીકા કરવાની હોય ત્યાં તથ્ય સાથે ટીકા કરજો. તમામ નેતાઓને અલગ અલગ કાર્યક્રમ નક્કી હોવા છતાં તેમ છતાં સૌએ પોતાની અનુકૂળતા કરી મને પ્રેમ આપ્યો એ માટે સૌનો આભાર. ગુજરાતના લોકો સમક્ષ સકારાત્મક એજન્ડા લઈને જઈશું. જે લોકો જુદા જુદા કારણોથી કોંગ્રેસ છોડીને ગયા છે, એ સૌને ખુલ્લા મને આવકારું છું. આપણો જ પક્ષ છે, એક વિચારધારાથી આગળ વધીશું. સમાજના જે લોકો કોંગ્રેસમાં આવવા ઇચ્છતા હોય એવા સૌને આવકારવા તૈયાર છું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news