સરકાર આપશે વધુ એક ઝટકો, દેશમાં રેલ યાત્રા થશે મોંઘી


દેશમાં રેલ યાત્રા મોંઘી થવાની છે. સરકાર જલદી યૂઝર ડેવલોપમેન્ટ ફી એટલે કે યૂડીએફમાં વધારો કરવા જઈ રહી છે. આ વધારાને આગામી કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી શકે છે. 
 

સરકાર આપશે વધુ એક ઝટકો, દેશમાં રેલ યાત્રા થશે મોંઘી

નવી દિલ્હીઃ દેશમાં રેલ યાત્રા વધુ મોંઘી થવાની છે. સરકાર જલદી યૂઝર ડેવલોપમેન્ટ ફી એટલે કે UDFમા વધારો કરવા જઈ રહી છે. આ વધારાને આગામી કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી શકે છે. સૂત્રો પ્રમાણે હવે યૂઝર ડેવલોપમેન્ટ ફી 10 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી હોઈ શકે છે. અલગ-અલગ શ્રેણી પર ભિન્ન યૂઝર ફી લાગૂ થશે. આ UDF પ્રાઇવેટ સ્ટેશનથી યાત્રા કરનાર યાત્રિ પર લાગૂ થશે. 

સૂત્રોનું કહેવું છે કે UDF પાંચ શ્રેણીઓમાં લાગૂ થઈ શકે છે. AC 1 પર 35-40 રૂપિયા,  AC 2 પર 30 રૂપિયા,  AC 3 પર 25-30 રૂપિયા અને સ્લીપર પર 10 રૂપિયા ચાર્જ લાગશે. 

મહત્વનું છે કે સરકાર દેશના મોટા સ્ટેશનોને આધુનિક અને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પીપીપી મોડલ પર કામ કરી રહી છે. આ હેઠળ સ્ટેશન રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનને પ્રાઇવેટ પ્લેયરને સોંપવામાં આવશે. જ્યાં ત્યારબાદ તે સ્ટેશનને રી-ડેવલોપ કરી આધુનિક અને તમામ યાત્રિ સુવિધાઓની સાથે તૈયાર કરવામાં આવશે. તેના બદલામાં રેલવે પ્રાઇવેટ પ્લેયરને કમાણી માટે નવા નવા રસ્તા ઉપલબ્ધ કરાવશે. તેમાં યૂઝર ડેવલોપમેન્ટ ફી પણ સામેલ છે. 

COVID Vaccine: દેશમાં વેક્સિનની જાણકારી માટે પોર્ટલ થયું લોન્ચ, સ્વાસ્થ્ય મંત્રીએ કર્યું ઉદ્ઘાટન

સરકારે નવી દિલ્હી, મુંબઈ સીએસટી, જયપુર, નાગપુર, અમદાવાદ, હબીબજંગ, ચેન્નઈ, અમૃતસર જેવા સ્ટેશનોને આ યાદીમાં સામેલ કર્યાં છે. તેવામાં જો તમે આ સ્ટેશન પર યાત્રા કરવા જશો તો તમારે  યૂડીએફ ચુકવવો પડશે. સરકારે પાછલા વર્ષે 6 નવેમ્બરે પ્રાઇવેટ સ્ટેશનો માટે RFQ મંગાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news