રાહુલજી, તમે બીમારી સામે ઝઝૂમી રહેલા વ્યક્તિના નામે ખોટું બોલ્યા: અમિત શાહ

છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત અને રાફેલ પર તેમના નિવેદન સાથેના ઘટનાક્રમ બાબતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે બુધવારે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે બીમારી સામે ઝઝૂમી રહેલા એક વ્યક્તિના નામ પર  ખોટું બોલીને અસંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. 

રાહુલજી, તમે બીમારી સામે ઝઝૂમી રહેલા વ્યક્તિના નામે ખોટું બોલ્યા: અમિત શાહ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત અને રાફેલ પર તેમના નિવેદન સાથેના ઘટનાક્રમ બાબતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે બુધવારે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે બીમારી સામે ઝઝૂમી રહેલા એક વ્યક્તિના નામ પર  ખોટું બોલીને અસંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. 

અમિત શાહે આ ઘટનાક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષને પાર્રિકર દ્વારા લખાયેલા પત્રની કોપી ટ્વિટ કરતા કહ્યું કે પ્રિય રાહુલ ગાંધી, તમે દર્શાવ્યું છે કે તમે કેટલા અસંવેદનશીલ છો. બીમારી સામે ઝઝૂમી રહેલા એક વ્યક્તિના નામે  ખોટું બોલ્યાં. રાહુલ પર નિશાન સાંધતા તેમણે કહ્યું કે ભારતના લોકો તમારા અવિવેકપૂર્ણ વ્યવહારથી ક્ષુબ્ધ થઈ ચૂક્યા છે. અમિત શાહે કહ્યું કે મનોહર પાર્રિકરે પોતાની ચિરપરિચિત શૈલીમાં સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. 

પાર્રિકરે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
આ અગાઉ પાર્રિકરે બુધવારે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે શિષ્ટાચાર ભેંટનો ઉપયોગ તુચ્છ રાજકીય ફાયદા માટે કર્યો અને તેમની બંને વચ્ચે પાંચ મિનિટની મુલાકાતમાં રાફેલના મુદ્દાનો કોઈ ઉલ્લેખ થયો નહતો. 

કોંગ્રેસ અધ્યક્ષને  લખેલા પત્રમાં પાર્રિકરે કહ્યું કે હું આ અંગે ખુબ વ્યથિત છું કે તમે આ મુલાકાતનો ઉપયોગ પણ પોતાના તુચ્છ રાજકીય ફાયદા માટે કર્યો. તમે મારી સાથે માત્ર 5 મિનિટ ગાળી અને આ દરમિયાન ન તો તમે રાફેલ અંગે  કોઈ ઉલ્લેખ કર્યો કે આપણે તે અંગે કોઈ ચર્ચા પણ કરી નથી. 

તેમણે પત્રમાં એમ પણ લખ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ જે રીતે વાતો કરી રહ્યાં છે તેનાથી  તેમના મનમાં તેમને મળવા પહોંચેલા  કોંગ્રેસ નેતાના ઈરાદાને લઈને શંકા પેદા થઈ છે. 

શું દાવો કર્યો હતો રાહુલે?
પાર્રિકરે રાહુલને આ  પત્ર એવા સમયે લખ્યો કે જ્યારે એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે પાર્રિકર કે જેઓ પૂર્વ સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે તેમણે સ્પષ્ટ રીતે  કહ્યું હતું કે નવી ડીલ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. રાહુલ ગાંધીએ નવી ડીલને લઈને નરેન્દ્ર મોદી દ્વારા અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો. (

ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news