ગાંધી જયંતી પર રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'દુનિયામાં કોઈથી ડરવાનો નથી'

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં ગેંગરેપ મામલો સામે આવ્યા બાદ દેશવાસીઓમાં આક્રોશ છે. આ જ સંલગ્ન પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે ગઈ કાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મહાસચિવ પ્રિયંકા ગાંધી હાથરસ માટે રવાના થયા હતાં. જો કે તેમને હાથરસ પહોંચતા પહેલા જ ડીએનડી પર રોકી લેવાયા. ત્યારબાદ  પોલીસકર્મીઓ અને રાહુલ ગાંધી વચ્ચે ધક્કામુક્કીથઈ અને પોલીસે રાહુલ ગાંધીની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર મામલે તેમણે પ્રતિક્રિયા આપી. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી પણ છે. રાષ્ટ્રપિતાને યાદ કરતા કરતા તેમણે સરકારને પણ આડે હાથ લઈ લીધી અને સરકારને સંકેત આપી દીધો કે તે કોઈથી ડરવાના નથી. 
ગાંધી જયંતી પર રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'દુનિયામાં કોઈથી ડરવાનો નથી'

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં ગેંગરેપ મામલો સામે આવ્યા બાદ દેશવાસીઓમાં આક્રોશ છે. આ જ સંલગ્ન પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે ગઈ કાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મહાસચિવ પ્રિયંકા ગાંધી હાથરસ માટે રવાના થયા હતાં. જો કે તેમને હાથરસ પહોંચતા પહેલા જ ડીએનડી પર રોકી લેવાયા. ત્યારબાદ  પોલીસકર્મીઓ અને રાહુલ ગાંધી વચ્ચે ધક્કામુક્કીથઈ અને પોલીસે રાહુલ ગાંધીની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર મામલે તેમણે પ્રતિક્રિયા આપી. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી પણ છે. રાષ્ટ્રપિતાને યાદ કરતા કરતા તેમણે સરકારને પણ આડે હાથ લઈ લીધી અને સરકારને સંકેત આપી દીધો કે તે કોઈથી ડરવાના નથી. 

રાહુલ ગાંધીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને લખ્યું કે હું દુનિયામાં કોઈનાથી ડરવાનો નથી. હું કોઈના અન્યાય સામે ઝૂકીશ નહીં. હું અસત્યને સત્યથી જીતુ અને અસત્યનો વિરોધ કરતા તમામ કષ્ટોને પણ સહન કરી શકું. ગાંધી જયંતીની શુભકામના. અત્રે જણાવવાનું કે આ કથન મહાત્મા ગાંધીનું છે. આવામાં રાહુલ ગાંધીએ 2 ઓક્ટોબરના ખાસ અવસરે આ ટ્વીટ દ્વારા લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો છે. 

गाँधी जयंती की शुभकामनाएँ।#GandhiJayanti

— Rahul Gandhi (@RahulGandhi) October 2, 2020

અત્રે જણાવવાનું કે ગુરુવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ જવા માટે રવાના થયા હતાં. આ દરમિયાન તેમને ગ્રેટર નોઈડામાં જ રોકી લેવાયા. ત્યારબાદ રાહુલ ગાંધી અને તેમના સેંકડો કાર્યકરો પગપાળા હાથરસ જવા રવાના થયા. અને પીડિતાના પરિવારને મળવાનો નિર્ણય લીધો. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરાઈ હતી. જો કે રાહુલ ગાંધી જ્યારે પગપાળા જવા લાગ્યા તો પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન પોલીસે પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરી હતી. જો કે ત્યારબાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 150 કોંગ્રેસી નેતાઓને પર્સનલ બોન્ડ પર છોડી મૂકવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news