Congress Rally: રાહુલ ગાંધીએ કંઇક આ રીતે કરી UPA સરકાર અને Modi સરકારની તુલના
Congress Rally in Ramlila Maidan: રાહુલ ગાંધીએ પીએમ મોદીને નિશાન પર લેતાં કહ્યું 'દેશમાં ભાજપની સરકાર આવ્યા પછી માહોલ બગડી ગયો છે. ભાજપ સરકાર આવ્યા પછી દેશમાં નફરત વધી ગઇ છે અને સરકાર દેશના બે મોટા ઉદ્યોગપતિઓને ફાયદો અપાવવાનું કામ કરી રહી છે.
Trending Photos
Congress Rally in Ramlila Maidan: દિલ્હીના રામલીલાલ મેદાનમાં કોગ્રેંસની હલ્લા બોલ રેલીને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે દેશની હાલત તમને જોવા મળી રહી છે, દેશમાં શું થઇ રહ્યું છે, તમારાથી છુપાવી શકાય નહી. જેનો ડર હતો તેના અંદર નફરત પેદા થાય છે. આજે દેશમાં નફરત વધતી જાય છે. હિંદુસ્તાનમાં ડર વધતો જાય છે. આજે દેશમાં મોંઘવારી અને બેરોજગારીનો ડર છે. નફરતથી દેશ નબળો થઇ રહ્યો છે. ભાજપ અને આરએસએસના નેતા દેશને વહેંચી રહ્યા છે અને જાણીજોઇને દેશમાં ભયનો માહોલ બનાવે છે.
દેશમાં નફરતનો માહોલ
આ આયોજનમાં રાહુલ ગાંધીએ ભાજપની કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને મંચ પરથી પીએમ મોદીને નિશાન પર લેતાં કહ્યું 'દેશમાં ભાજપની સરકાર આવ્યા પછી માહોલ બગડી ગયો છે. ભાજપ સરકાર આવ્યા પછી દેશમાં નફરત વધી ગઇ છે અને સરકાર દેશના બે મોટા ઉદ્યોગપતિઓને ફાયદો અપાવવાનું કામ કરી રહી છે.
'પેટ્રોલ-ગેસના ભાવ વધ્યા'
રામલીલા મેદાન પરથી રાહુલ ગાંધીએ ભાજપને લલકારતાં કહ્યું કે દેશમાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમત ચરમ પર પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકાર દેશની જનતાને રાહત આપવાના બદલે લોકોને નકામાના મુદ્દાઓ પર ભટકાવી રહી છે.
'પીએમ મોદીએ દેશને નબળો કરી દીધો'
પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 'કોંગ્રેસ દેશને જોડે છે અને ભાજપ દેશને તોડે છે. અત્યારે દેશમાં મોંઘવારી અને બેરોજગારી ચરમ પર છે. લોકો આ વસ્તુઓ પર બોલી પણ શકતી નથી. અમારી કોંગ્રેસની યૂપીએ સરકારે દેશને બચાવ્યો છે. જો યૂપીએ સરકારની મનરેગા જેવી યોજનાઓ લાવતી નહી તો દેશમાં આગ લાગી ગઇ હોત. અમારી કોંગ્રેસ સરકારે વર્ષો સુધી દેશને સારી રીતે ચલાવ્યો છે એટલા માટે કેન્દ્રની સત્તામાં બેઠેલા પીએમ મોદીએ દેશને નબળો કરતાં સંવાદના બધા રસ્તા બંધ કરી દીધા છે.
વિચાર ધારાની લડાઇ જીતશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વિચારધારાની લડાઇમાં કોંગ્રેસ પાર્ટી અને તેના લોકો ભાજપ અને આરએસએસની વિચારધારાને એક દિવસ હરાવીને દમ લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે