રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા થશે રદ્દ? માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી બે વર્ષની સજા

આજે 4 વર્ષ બાદ સુરતની સેસન્સ કોર્ટે આ કેસમાં મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 4 વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને 2 વર્ષની સજા સંભળાવી છે.

રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા થશે રદ્દ? માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી બે વર્ષની સજા

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોદી અંગે ટિપ્પણી કરવી રાહુલ ગાંધીને ભારે પડી. વર્ષ 2019ની ચૂંટણીઓ દરમિયાન રાહુલ ગાંધીએ એવી ટિપ્પણી કરી હતીકે, 'બધા મોદી ચોર છે' . આ વિવાદિત ટિપ્પણી બદલ સુરતથી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ કરી હતી. જેને પગલે સુરતમાં આ કેસ ચાલતો હતો. આજે 4 વર્ષ બાદ સુરતની સેસન્સ કોર્ટે આ કેસમાં મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 4 વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને 2 વર્ષની સજા સંભળાવી છે. રાહુલને જામીન મળી ગયા છે એટલે કે સજા મુલતવી રાખવામાં આવી છે. પરંતુ સભ્યપદ બચાવવા માટે આ એક્સટેન્શન પૂરતું નથી. રાહુલને દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મેળવવો પડશે. આ રાહતનો નિર્ણય હજુ સંભળાવવાયો નથી, પરંતુ નિર્ણય હાઈકોર્ટ જ આપી શકે છે.

જોકે, આ જામીન પાત્ર ગુનો હોવાને કારણે કાયદાકીય પ્રક્રિયા પુરી કરીને રાહુલ ગાંધીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યાં છે. પણ સવાલ એ થાય છેકે, કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવતા સંસદમાંથી રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થઈ શકે છે. ઉલ્લેખનીય છેકે, માનહાની કેસમાં સુરતની કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 4 વર્ષ જુના માનહાની કેસમાં આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ સુરત સેસન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં બે વર્ષની સજા ફટકારી છે. મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની સજા ફટકારી. 

 

 

શું છે નિયમ?
સંસદના નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ જેને બે વર્ષ અથવા તેથી વધારે સજા થઈ હોય તેવી વ્યક્તિની સંસદની સદસ્યતા રદ્દ થઈ શકે છે. આવા મામલામાં સસદ દ્વારા જેતે વ્યક્તિ પર થયેલાં કેસ અંગે ગંભીર રીતે વિચાર કરવામાં આવે છે. લોકસભા અધ્યક્ષ આ મામલે જેતે સભ્યનું સભ્ય પદ રદ્દ પણ કરી શકે છે.

રાહુલ ગાંધી પાસે શું વિકલ્પ છે?
સભ્યપદ બચાવવા માટે આ એક્સટેન્શન પૂરતું નથી. રાહુલને દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મેળવવો પડશે. આ રાહતનો નિર્ણય હજુ સંભળાવવાયો નથી, પરંતુ નિર્ણય કોર્ટ દ્વારા જ થઈ શકે છે. રાહુલ ગાંધીએ આ સજા સામે  સેશન્સ કોર્ટમાં અપીલ કરવી પડશે. અપીલ કરી સજા પર જામીન મેળવવા પડશે. અત્યારે કોર્ટે ૩૦ દિવસ સુધી અપીલ કરવાનો સમય આપ્યો છે, 30 દિવસમાં અપીલ નહી કરે તો સજા ભોગવવી પડશે. હાલ 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યાં છે.

રાહુલ ગાંધીનું સભ્યપદ જઈ શકે?
ભારતીય સંસદના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1976માં તત્કાલિન રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને યુકે, યુએસ અને કેનેડામાં ભારત વિશે કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ બદલ ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ એજ વાતનો હવાલો આપીને રાહુલ ગાંધીએ વિદેશમાં કરેલાં દેશ, સંસદ અને પ્રધાનમંત્રીના આપમાન બદલ તેમની લોકસભા સદસ્યતા રદ્દ કરવાની અપીલ કરી છે.

રાહુલ ગાંધી સામે ફરિયાદઃ
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભારતની સંસદ અને લોકશાહી પર કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત ભાજપના નિશાના પર છે.  હાલમાં જ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભાના અધ્યક્ષને લેટર લખીને રાહુલ ગાંધી અંગે ફરિયાદ કરી હતી. દુબેએ જણાવ્યું હતુંકે, રાહુલ ગાંધીએ યુરોપ અને અમેરિકામાં પોતાનાં નિવેદનોથી સતત સંસદ અને દેશની ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે તેમને સંસદમાંથી હાંકી કાઢવા જોઈએ. દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પેશિયલ કમિટી બનાવવાની માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news