Congress બનાવશે સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ, રાહુલે વીડિયો જાહેર કરી લોકોને જોડાવાની કરી અપીલ
Social Media Warriors Team: કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તાકાત મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે. આ બાબતે સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ સાથે જોડાવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ટીમમાં વોટ્સેપ, વેબસાઇટ અને ઈ-મેલ દ્વારા જોડાઈ શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ (Social Media Warriors Team) જોઈન કરવાની અપીલ કરી છે. હકીકતમાં કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તાકાત મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે. આ બાબતે સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ સાથે જોડાવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ટીમમાં વોટ્સેપ, વેબસાઇટ અને ઈ-મેલ દ્વારા જોડાઈ શકો છો.
સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ (Social Media Warriors Team) ને લઈને રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યુ કે, આ ટીમ ન્યાય માટે લડનાર યોદ્ધાઓની છે. આ નફરતની સેના નથી. આ હિંસાની સેના નથી. આ સત્યની સેના છે. આ એક સેના છે જે ભારતના વિચારનો બચાવ કરશે.
India needs non violent warriors to fight for truth, compassion & harmony. You are central to defending the idea of India.
Come, #JoinCongressSocialMedia in this fight.
India needs you! pic.twitter.com/DhBsHMKU22
— Rahul Gandhi (@RahulGandhi) February 8, 2021
સોમવારે પાર્ટીના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલ, પ્રવક્તા પવન ખેડા અને પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ રોહન ગુપ્તાએ આ અભિયાનની શરૂઆત કરી છે. પવન બંસલે કહ્યુ કે, દરેક શહેરથી 5 લાખ સોશિયલ મીડિયા વોરિયર બનાવવાનું લક્ષ્ય છે. તેના માધ્યમથી દેસની સામે રહેલા મુદ્દા ઉઠાવવામાં આવશે. સાથે આ યોદ્ધાઓના માધ્યમથી વિચારો અને સિદ્ધાંતોની વાત થશે.
રોહન ગુપ્તા (rohan gupta) એ કહ્યુ કે, લોકતાંત્રિક સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ (Congress) ની જવાબદારી છે કે અમે તેનો જવાબ આપીએ અને દેશ બચાવીએ.
તેમણે કહ્યું કે, અમે ચુપ ન બેસી શકીએ. આ અમારી નૈતિક જવાબદારી છે કે દેશનો અવાજ મજબૂત કરવામાં આવે. તેથી અમે આ અભિયાનનો પ્રારંભ કરી રહ્યાં છીએ. અમે દરેક યુવાને મંચ આપવા ઈચ્છીએ છીએ. અમે આ અભિયાનને એક મહિના સુધી ચલાવીશું જેથી દેશભરના લોકો તેની સાથે જોડાઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે