અમિત શાહને 'હત્યાનો આરોપી' કહેવા મુદ્દે રાહુલ ગાંધીને ચૂંટણી પંચની ક્લીન ચીટ
રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 'હત્યાના આરોપી' છે. તમે ક્યારેય જય શાહનું નામ સાંભળ્યું છે? તે એક જાદુગર છે. તેણે માત્ર 3 મહિનામાં તેની સંપત્તિ રૂ.50,000માંથી રૂ.80 કરોડની કરી નાખી હતી."
Trending Photos
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર છે. અમિત શાહને 'હત્યાનો આરોપી' કહેવાના મુદ્દે ચૂંટણી પંચ દ્વારા ગુરૂવારે રાહુલ ગાંધીને ક્લીન ચીટ આપવામાં આવી છે. ભાજપે આદર આચાર સંહિતાના ઉલ્લંઘન મુદ્દે રાહુલ ગાંધી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.
રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 'હત્યાના આરોપી' છે. તમે ક્યારેય જય શાહનું નામ સાંભળ્યું છે? તે એક જાદુગર છે. તેણે માત્ર 3 મહિનામાં તેની સંપત્તિ રૂ.50,000માંથી રૂ.80 કરોડની કરી નાખી હતી."
ભાજપે આ મુદ્દે ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાજપના અધ્યક્ષ સામે તદ્દન પાયાવિહોણા આરોપો લગાવીને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આ મુદ્દે ચૂંટણી પંચ દ્વારા મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે વિગતવાર રિપોર્ટ મગાવાયો હતો.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ક્લીન ચીટ આપતા જણાવ્યું કે, "ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સમગ્ર બાબતને તપાસવામાં આવી છે. જબલપુરના જિલ્લા કલેક્ટર દ્વારા રાહુલ ગાંધીના ભાષણની જે કોપી મોકલવામાં આવી છે તેને પણ ચકાસવામાં આવી છે. ચૂંટણી પંચને લાગે છે કે આમાં આદર્શ આચાર સંહિતાનું કોઈ ઉલ્લંઘન થતું નથી."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે