Rahul Gandhi એ સદ્દામ હુસૈન-ગદ્દાફી સાથે કરી હતી PM મોદીની સરખામણી, મળ્યો આ જવાબ
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાષ્ણૈય (Ashutosh Varshney) સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ ઈશારા ઈશારામાં પીએમ મોદી (PM Modi) ની સરખામણી સદ્દામ હુસૈન અને ગદ્દાફી સાથે કરી નાખી અને ભારતને ઈરાક અને લિબિયા ગણાવી દીધુ.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કેન્દ્ર સરકારની સાથે સાથે ભારતીય લોકતંત્ર અંગે એવું નિવેદન આપ્યું છે જેના પર મોટો વિવાદ ઊભો થયો છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાષ્ણૈય (Ashutosh Varshney) સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી સદ્દામ હુસૈન અને ગદ્દાફી સાથે કરી નાખી હતી. જેના પર હવે ભાજપે પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ અને પ્રકાશ જાવડેકરે કહ્યું કે રાહુલ ગાંધીની વાતોનો જવાબ આપવો જ બેકાર છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 'રાહુલ ગાંધીની વાતો પર ટિપ્પણી કરવી બેકાર છે. કારણ કે તેઓ વિચારીને કરતા નથી. ખબર નહીં તેઓ કયા ગ્રહ પર રહે છે. દેશના લોકતંત્રની સરખામણી ગદ્દાફી અને સદ્દામ હુસૈન સાથે કરવી એ જનતાનું અપમાન છે. ગદ્દાફી અને સદ્દામ જેવો સમય આ દેશમાં 1975 અને 1977 ફક્ત બે વર્ષ જ થયો.' આ ઉપરાંત પ્રહલાદ પટેલે કહ્યું કે તેઓ કઈ પણ બોલતા રહે છે. તેમની વાતો પર જવાબ આપવો બંધ કરી દેવો જોઈએ.
Giving comment on Rahul Gandhi’s opinion is worthless. Comparing India’s democracy with Gaddafi and Saddam Hussein is an insult to the 80 crore voters. Only during the year of emergency, we witnessed a time like that of Gaddafi and Saddam: Union Minister Prakash Javadekar pic.twitter.com/ncqkxbuFPj
— ANI (@ANI) March 17, 2021
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાષ્ણૈય (Ashutosh Varshney) સાથે વાતચીતમાં તેમણે ઈશારા ઈશારામાં પીએમ મોદી (PM Modi) ની સરખામણી સદ્દામ હુસૈન અને ગદ્દાફી સાથે કરી નાખી અને ભારતને ઈરાક અને લિબિયા ગણાવી દીધુ. ઈન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે તેનો અર્થ એ તો નથી કે ઈરાકમાં સદ્દામ હુસૈન અને લિબિયામાં ગદ્દાફી ચૂંટણી પણ કરાવતા હતા, તેનો અર્થ એ તો નથી કે ત્યાં લોકતંત્ર હતું. રાહુલે કહ્યું હતું કે ચૂંટણી ફક્ત એ નથી કે લોકો ગયા અને વોટિંગ મશીનનું બટન દબાવી દીધુ. કયું નરેટિવ બને છે, દેશના શાસન-પ્રશાસનના તમામ તંત્ર ઠીકથી કામ કરે છે કે નહીં, ન્યાયપાલિકા નિષ્પક્ષ છે કે નહીં અને સંસદમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, ચૂંટણીનો સંબંધ આ બધા સાથે હોય છે.
રાહુલનો આરોપ- ભારતમાં લોકતંત્ર બચ્યું નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે 'સદ્દામ હુસૈન અને ગદ્દાફી પણ ચૂંટણી કરાવતા હતા ત્યારે લોકો મત આપતા હતા પરંતુ હકીકતમાં તેઓ પોતાનો મત આપતા નહતા કારણ કે તેમના હિતોનું સંરક્ષણ સુનિશ્ચિત કરનારી કોઈ સંસ્થા ત્યાં કામ કરતી નહતી. મને લાગે છે કે ભારતે એ શોધવુ જોઈએ કે ક્યાંક આ સીમારેખાથી પણ ખુબ નીચે તો નથી જતું રહ્યું ને!'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે