BJP પર રાહુલનો મોટો હુમલો, કહ્યું- RSS ની 'ચડ્ડીઓ' નક્કી ન કરી શકે કોઈ રાજ્યનું ભવિષ્ય
Rahul Gandhi Attack On Bjp : તમિલનાડુના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એકવાર ફરી આરએસએસ અને પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યો છે. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે.
Trending Photos
ધારાપુરમ (તમિલનાડુ): કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahun Gandhi) એ પોતાના તમિલનાડુના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર મોટો હુમલો કર્યો છે. ધારાપુરમમાં શનિવારે આયોજીત રેલીમાં રાહુલે કહ્યુ, 'અમે નરેન્દ્ર મોદીને ભારતનો પાયો નષ્ટ કરવાની મંજૂરી નહીં આપીએ. તેઓ સમજતા નથી કે માત્ર તમિલ લોકો જ તમિલનાડુના ભવિષ્યનો નિર્ણય કરી શકે છે. નાગપુરના 'નિકરવાલા' ક્યારેય રાજ્યનું ભવિષ્ય નક્કી ન કરી શકે.'
#WATCH | We'll not allow Narendra Modi to destroy the foundation of India...He doesn't understand that only Tamil people can decide the future of Tamil Nadu. 'Knickerwallahs' from Nagpur can never ever decide future of the state: Congress' Rahul Gandhi in Dharapuram, Tamil Nadu pic.twitter.com/KFDaXKeTMG
— ANI (@ANI) January 24, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે