રાહુલ સેવાદળનાં કાયાકલ્પના પ્રસ્તાવને આપી મંજૂરી: આઝાદ થઇને કામ કરશે સંગઠન
સેવા દળના મુખ્ય સંગઠક લાલજી દેસાઇએ જણાવ્યું કે, સંગઠનને ફરીથી પહેલાની જેમ જ મજબુત બનાવવા માટે જેટલા પગલાઓ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે તેને રાહુલ ગાંધીએ સોમવારે મંજુરી આપી
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સેવા દળમાં નવો પ્રાણ ફુંકવાના ઇરાદાથી પ્રસ્તાવીત પગલાઓને સોમવારે મંજુરી આપી હતી. તેમણે કહ્યું કે, સ્વાયત્ત અને આઝાદ થઇને પહેલાની જેમ કામ કરશે. સેવા દળની કાર્યકારિણીની બે દિવસીય બેઠક બાદ ગાંધીએ સંગઠનનાં પદાધીકારીઓ સાથે વાતચીત કરી હતી અને પ્રસ્તાવિત પગલાઓને મંજુરી આપી હતી.
સેવા દળનાં મુખ્ય સંગઠક લાલજીભાઇ દેસાઇએ જણાવ્યું કે, સંગઠનને ફરીથી પહેલાની જેમ મજબુત બનાવવા માટે જેટલા પગલાઓ પ્રસ્તાવમાં આપવામાં આવ્યા છે તેને રાહુલ ગાંધીએ સોમવારે મંજુરી આપી દીધી છે. રાહુલ ગાંદીએ આ અંગે જણાવ્યું કે, આ સંગઠન હવે સ્વતંત્ર અને આઝાદ થઇને કામ કરશે તથા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રસેવામાં આગળ વધીને કામ કરશે.
સેવા દળનાં કાર્યક્રમ સાથે જોડાવા માટે ઘણા કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા
સેવાદળે સંગઠન અને કાર્યશૈલીમાં વ્યાપક પરિવર્તન ઉપરાંત ભવિષ્યમાં એવા કાર્યક્રમ નિશ્ચિત કર્યા છે જેનાથી સંગઠનના કામ અને વિચારધારાનાં લોકોને વચ્ચે લાવવામાં આવી શકે. કોંગ્રેસે આ સંગઠનમાં આવનારા લોકોને આગામી સમયમાં દરેક મહિનાના અંતિમ રવિવારે દેશનાં હજાર જિલ્લા, શહેરો અને મહાનગરોમાં ધ્વજ વંદન કાર્યક્રમ કરવાનો નિર્ણય કર્યો છે. સેવા દળ પોતાના આ ધ્વજ વંદન કાર્યક્રમમાં ગાંધી - નેહરૂના સિદ્ધાંદો અને ધર્મનિરપેક્ષતા, સહિષ્ણુતા અને બહુલવાદી વિચારો પર આધારિત રાષ્ટ્રવાદ અંગે મંત્રણા ચાલુ કરવાનો પ્રયાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે