Rahul Gandhi સંસદની મર્યાદા ભૂલ્યા, જાણો લોકસભા સ્પીકરે શું કહ્યું?
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ગુરુવારે લોકસભામાં સંસદની મર્યાદાનો ભંગ કર્યો. તેમણે લોકસભા (Lok Sabha) સ્પીકરની મંજૂરી વગર જ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન થયેલા ખેડૂતોના મોત માટે 2 મિનિટ મૌન રખાવ્યું.
લોકસભા અધ્યક્ષ થયા નારાજ
રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા મર્યાદાનો ભંગ થયા બાદ સ્પીકર ઓમ બિરલા નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે સદન ચલાવવાની જવાબદારી મારી છે અને મંજૂરી વગર આમ થવું જોઈએ નહીં. ઓમ બિરલાએ કહ્યું કે આ નિયમોનો ભંગ છે. જો રાહુલ ગાંધી મૌન રાખવા માંગતા હતા તો તેમણે પહેલા મંજૂરી લેવી જોઈતી હતી.
બજેટ બાજુ પર મૂકીને ખેડૂતો પર બોલ્યા ગાંધી
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું બજેટ પર ટિપ્પણી નહીં કરું અને પ્રદર્શન તરીકે હું બજેટ પર નહીં બોલું. હું આજે ફક્ત ખેડૂતોના મુદ્દા પર બોલીશ, જે ખેડૂતો શહીદ થયા છે તે લોકોને સદનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હું ભાષણ બાદ ખેડૂતો માટે બે મિનિટ મૌન રાખીશ. તમે મારી સાથે ઊભા થઈ જાઓ. ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ મૌન ધારણ કર્યું.
સ્પીકરની નારાજગી પર કર્યું વોકઆઉટ
રાહુલ ગાંધી દ્વારા મર્યાદા તોડવામાં આવ્યા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સદન ચલાવવાની જવાબદારી તમે મને સોંપી છે. આથી મને નક્કી કરવા દો. ત્યારબાદ રાહુલ ગાંધીએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું.
કૃષિ કાયદના કન્ટેન્ટ અને ઈન્ટેન્ટ પર કરી વાત
આ અગાઉ રાહુલ ગાંધીએ કૃષિ કાયદા પર પીએમ મોદીના કન્ટેન્ટ અને ઈન્ટેન્ટવાળા નિવેદન પર વાત કરી. તેમણે કહ્યું કે પહેલા કન્ટેન્ટ અને ઈન્ટેન્ટ પર વાત કરી લઈએ. પહેલા કાયદાનું કન્ટેન્ટ છે કે કોઈ પણ વ્યક્તિ દેશમાં ક્યાંય પણ ગમે તેટલું અનાજ, ફળ અને શાકભાજી ખરીદી શકે છે. જો આમ થયું તો મંડીમાં કોણ જશે. પહેલા કાયદાનું લક્ષ્ય મંડીને ખતમ કરવાનું છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે બીજા કાયદાનું કન્ટેન્ટ જરૂરી વસ્તુ અધિનિયમને ખતમ કરીને જમાખોરીને પ્રોત્સાહન આપવાનું છે. જ્યારે ત્રીજા કાયદાનું કન્ટેન્ટ ખેડૂતોને યોગ્ય કિંમતના મુદ્દે કોર્ટમાં જવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે