Sunil Jakhar Joins BJP: કોંગ્રેસને 'ગુડબાય' કહેનારા સુનિલ જાખડ ભાજપમાં જોડાયા
કોંગ્રેસ છોડી ચૂકેલા પંજાબના દિગ્ગજ રાજનેતા સુનિલ જાખડ આજે ભાજપમાં જોડાઈ ગયા. સુનિલ જાખડે ભાજપન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આજે દિલ્હીમાં પાર્ટીની સદસ્યતા લીધી.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ છોડી ચૂકેલા પંજાબના દિગ્ગજ રાજનેતા સુનિલ જાખડ આજે ભાજપમાં જોડાઈ ગયા. સુનિલ જાખડે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આજે દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે પાર્ટીની સદસ્યતા લીધી. આ અવસરે ભાવુક થતા સુનિલ જાખડે કહ્યું કે મારે કોંગ્રેસ સાથે કોઈ નવો સંબંધ નથી. મારી ત્રણ પેઢીઓ કોંગ્રેસમાં રહી ચૂકી છે. મે આ પરિવારને છોડવાનો નિર્ણય એમ જ નથી લીધો. પંજાબને ધર્મ, જાતિ, વગેરેના આધારે વહેંચવાી કોશિશ થઈ રહી હતી. તેમણે એમ પણ કહ્યું કે જૂનો સંબંધ કોઈ કારણસર તૂટ્યો.
સુનિલ જાખડનું ભાજપમાં સ્વાગત કરતા જે પી નડ્ડાએ કહ્યું કે તેઓ આજે ભાજપની સદસ્યતા લઈને પાર્ટીમાં જોડાયા છે. હું મારા અને ભાજપના કરોડો કાર્યકરો તરફથી તેમનું સ્વાગત કરું છું. ભાજપ પંજાબમાં રાષ્ટ્રવાદી તાકાતોનું પ્રથમ લઈ રહ્યો છે. આથી જરૂરી છે કે રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા બધા લોકો ભાજપ સાથે જોડાય અને પાર્ટીને મજબૂત બનાવે.
અત્રે જણાવવાનું કે સુનિલ જાખડે 14મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે પંજાબ વિધાનસભા ચૂંટણી સમયથી જ કોંગ્રેસ સાથેના મતભેદો ચર્ચાના ચગડોળે ચડ્યા હતા. પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ જ્યારે પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યા ત્યાર બાદ જાખડે અનેકવાર નિવેદન આપીને નારાજગી વ્યક્ત કરી હતી. જો કે તે સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને મનાવવાની કોશિશ કરી હતી.
I welcome Sunil Jakhar to Bharatiya Janata Party. He is an experienced political leader who made a name for himself during his political career. I am confident he will play a big role in strengthening the party in Punjab: BJP president JP Nadda in Delhi pic.twitter.com/SqJFjIMS8T
— ANI (@ANI) May 19, 2022
વાત જાણે એમ છે કે AICC ની અનુશાસનાત્મક પેનલે 26 એપ્રિલના રોજ આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા કરી હતી. સુનિલ જાખડે રાજીનામાની જાહેરાત કરતી વખતે કોંગ્રેસના ચિંતન શિબિર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ રીતે ચિંતન શિબિર લગાવવાથી કઈ થશે નહીં. કોંગ્રેસની ચિંતન શિબિર માત્ર ઔપચારિક હતી. કોંગ્રેસને ચિંતા શિબિરની જરૂર છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે