લો બોલો! પંજાબ પોલીસ અને BSF પાસે ડ્રોન પકડવાનું મશીન જ નથી!!!

સપ્ટેમ્બર મહિનામાં 4 દિવસમાં 8 વખત પંજાબની સરહદના અંદર ડ્રોનની મદદથી હથિયાર મોકલવામાં આવ્યા 
 

લો બોલો! પંજાબ પોલીસ અને BSF પાસે ડ્રોન પકડવાનું મશીન જ નથી!!!

નવી દિલ્હીઃ તાજેતરમાં જ પંજાબમાં ડ્રોન મારફતે મોકલવામાં આવેલા હથિયારોનો મોટો જથ્થો પોલીસે પકડ્યો છે. હવે પંજાબ સરકારના કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવાએ જણાવ્યું છે કે, પાકિસ્તાન પંજાબમાં આતંકવાદ ફેલાવાના સતત પ્રયાસમાં રહ્યું છે. પડોશી દેશમાંથી ડ્રોનની મદદથી હથિયાર મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ રાજ્યની પોલીસ અને બીએસએફ પાસે ડ્રોન પકડવાના સાધન જ નથી. તેમણે જણાવ્યું કે, આ અંગે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં જ ગૃહમંત્રાલયની મુલાકાત લેશે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોન ઘુસી જવાની અનેક ઘટનાઓ જોવા મળી છે. ચાલુ વર્ષે એપ્રિલમાં પંજાબના તરનતારનના ખેમકરણ સેક્ટરના બીઓપી (બોર્ડર આઉટ પોસ્ટ)માં બીએસએફ દ્વારા એક ડ્રોન તોડી પડાયું હતું. 

આ અગાઉ રાજસ્થાનમાં પણ પાકિસ્તાની ડ્રોન ઘુસી જવાની ઘટના થઈ હતી. પરંતુ ભારતીય સેનાએ આ ડ્રોન તોડી પાડ્યું હતું. આ અગાઉ, 10 માર્ચના રોજ રાજસ્થાનમાં બીએસએફના જવાનોએ બારતીય સરહદમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલા એક ડ્રોનને તોડી પડાયો હતો. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news