આ 4 કિલોની ઝમ્બો થાળી સફાચટ્ટ કરી જશો તો ઇનામમાં મળશે Royal Enfield

આ માંસાહારી થાળીની કિંમત 2500 રૂપિયા છે. બુલેટ થાળીમાં મટન, માછલીના 12 પ્રકારના વ્યંજન પીરસવામાં આવે છે. જેમાં તંદૂરી ચિકન, ડ્રાય મટન, ગ્રીન મટન, ચિકન મસાલા અને ફાઇડ ફીશ  વગેરે સામેલ છે.

આ 4 કિલોની ઝમ્બો થાળી સફાચટ્ટ કરી જશો તો ઇનામમાં મળશે Royal Enfield

નવી દિલ્હી: Trending News: દેશભરમાં કોરોના મહામારીની માર અને લોકડાઉનના લીધે તેમની હોટલ અને રેસ્ટોરેન્ટના બિઝનેસને એકદમ નુકસાન પહોંચ્યું છે. હવે અનલોક બાદ પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમ અને સંકોચના લીધે પહેલાંની માફ ગ્રાહક હોટલો અને રેસ્ટોરેન્ટમાં આવતાં ડરે છે. એવામાં પૂણે નજીક આવેલી એક રેસ્ટોરેન્ટના માલિકે ગ્રાહકોને આકર્ષવા માટે એક અનોખી રીત અપનાવી છે. તેમની આ રીત એટલી સફળ થઇ કે હવે તેમના ત્યાં ગ્રાહકોની લાઇન લાગે છે. 

શું છે આ અનોખી રીતે
વડગાંવ માવાલ ક્ષેત્રમાં આવેલી શિવરાજ રેસ્ટોરેન્ટના માલિક અતુલ વાઇકરે પોતાના ત્યાં આવનાર ગ્રાહકો માટે અનોખી યોજનાની શરોઆત કરી છે. આ યોજના અનુસાર જે પણ ગ્રાહક તેમના રેસ્ટોરેન્ટની સ્પેશિયલ માંસાહરી થાળીમાં પીરસવામાં આવેલું બધુ ભોજન કરી લેશે, તેને બે લાખ રૂપિયાની રોયલ એનફીલ્ડ બુલેટ બાઇક ઇનામમાં આપવામાં આવશે. જોકે તેમણે તેના કેટલીક શરતો પણ રાખી છે.

પહેલાં આ થાળી એક વ્યક્તિએ એકલા જ ખાવી પડશે. સાથે જ તેને 60 મિનિટની અંદર જ ખતમ કરવી પડશે. ગ્રાહકોને આકર્ષવા માટે વૈકરે પોતાની રેસ્ટોરેન્ટની બહાર 5 નવી રોયલ એનફિલ્ડ બુલેટ બાઇક ઉભી રાખી છે. સાથે જ પોતાના મેન્યૂ કાર્ડમાં પન આ કોન્ટેસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

શું છે બુલેટ થાળી
આ માંસાહારી થાળીની કિંમત 2500 રૂપિયા છે. બુલેટ થાળીમાં મટન, માછલીના 12 પ્રકારના વ્યંજન પીરસવામાં આવે છે. જેમાં તંદૂરી ચિકન, ડ્રાય મટન, ગ્રીન મટન, ચિકન મસાલા અને ફાઇડ ફીશ  વગેરે સામેલ છે. થાળીનું વજન લગભગ 4 કિલો હોય છે અને 55 લોકો મળીને આ થાળીને તૈયાર કરે છે. આ ઉપરાંત આ રેસ્ટોરેન્ટમાં રાવણ થાળી, માલવાની ફિશ થાળી, પહેલવાન મટન થાળી, બકાસુર ચિકન થાળી અને સરકાર મટન થાળી પણ પીરસવામાં આવે છે. 

અત્યાર સુધી એક વ્યક્તિએ જીતી છે બાઇક
અતુલ વાઇકરના અનુસાર અત્યાર સુધી એક વ્યક્તિએ આ સ્પર્ધાને જીતી છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સોમનાથ પવારે એક કલાકથી ઓછા સમયમાં બુલેટ થાળી ખાઇને રોયલ એનફીલ્ડ બુલેટ પોતાના નામે કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news