શહીદોના પરિવારમાં માતમ, છતાં પિતાએ કહ્યું-'એક પુત્ર ખોયો, બીજો પણ માં ભારતીના ચરણોમાં અર્પિશું'
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થઈ ગયાં. પુત્રોની શહાદતના સમાચાર જાણતા જ શહીદોના પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. પરિવારોના રડી રડીને હાલ હવાલ છે. બિહારના ભાગલપુરના રતન ઠાકુર પણ આ હુમલામાં શહીદ થયાં. પુત્રની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે.
CRPF Personnel Ratan Thakur's (who lost his life in #PulwamaTerrorAttack ) father in Bhagalpur: I have sacrificed a son in Mother India's service, I will send my other son as well to fight, ready to give him up for Mother India, but Pakistan must be given a befitting reply.#Bihar pic.twitter.com/rI6cM38Agh
— ANI (@ANI) February 15, 2019
પુત્રની શહાદતના સમાચારથી રતન ઠાકુરના પિતાની આંખોમાંથી આંસુ ડબડબ કરીને પડવા લાગ્યાં. તેમનું કહેવું છે કે અમે ભારતમાતાની સેવામાં અમારો એક પુત્ર ખોયો છે. હું મારા બીજા પુત્રને પણ દેશની રક્ષા માટે મોકલીશ. હું મા ભારતીના ચરણોમાં મારા બીજા પુત્રને પણ સમર્પિત કરવા માટે તૈયાર છું. પરંતુ આ નાપાક હરકત માટે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ મળવો જોઈએ.
Varanasi: Family and relatives of CRPF personnel Ramesh Yadav who lost his life in #PulwamaTerrorAttack yesterday, mourns his death. pic.twitter.com/3qhjdX6bte
— ANI UP (@ANINewsUP) February 15, 2019
આ બાજુ પુલવામા હુમલામાં ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં રહેતા સીઆરપીએફના જવાન પંકજ ત્રિપાઠી પણ શહીદ થયા છે. પુત્રની શહાદતના અહેવાલ મળતા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પરિવારજનોના રડી રડીને હાલ ખરાબ છે. સાંત્વના આપવા લોકો પહોંચી રહ્યાં છે. આ સાથે જ વારાણસીના રમેશ યાદવ પણ આ આતંકી હુમલામાં શહીદ થયા છે.
Maharajganj: Family of CRPF personnel Pankaj Tripathi who lost his life in #PulwamaTerrorAttack yesterday, in mourning. pic.twitter.com/Pw9cNLpRPw
— ANI UP (@ANINewsUP) February 15, 2019
પુલવામા આતંકી હમલામાં પંજાબના ગુરુદાસપુર નિવાસી સીઆરપીએફના જવાન મનિન્દ્ર સિંહ પણ શહીદ થયા છે. આ ઘટના બાદ ગામમાં શોક પ્રસરી ગયો છે. ગુરુવારે થયેલા આ હુમલામાં સીઆરપીએફના 44થી વધુ જવાનો શહીદ થઈ ગયાં. કેટલાય ઘાયલ થયા છે. જૈશના એક આત્મઘાતી હુમલાખોરે પુલવામા જિલ્લામાં સીઆરપીએફની એક બસમાં વિસ્ફોટકો લાદેલા વાહનથી ટક્કર મારી દીધી. જેનાથી થયેલા વિસ્ફોટમાં જવાનો શહીદ થયા.
Gurdaspur: Family of CRPF personnel Maninder Singh who lost his life in #PulwamaTerrorAttack yesterday, mourns his death. #Punjab pic.twitter.com/Hhegt5Sanr
— ANI (@ANI) February 15, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે