રાહુલ ગાંધીના રાજીનામા પર બોલી પ્રિયંકા, ‘બહુ ઓછા લોકોમાં આવી હિંમત... નિર્ણયને દિલથી સન્માન’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદથી રાજીનામું આપવાને લઇને તેમની બહેન અને પાર્ટી માહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની પ્રશંસા કરી છે. પ્રિયંકાએ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદને છોડવાના નિર્ણયને હિંમતભર્યું પગલું ગણાવ્યું અને કહ્યું કે, બહુ ઓછા લોકો આવી હિંમત હોય છે જે તમે દેખાડી છે
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદથી રાજીનામું આપવાને લઇને તેમની બહેન અને પાર્ટી માહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની પ્રશંસા કરી છે. પ્રિયંકાએ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદને છોડવાના નિર્ણયને હિંમતભર્યું પગલું ગણાવ્યું અને કહ્યું કે, બહુ ઓછા લોકો આવી હિંમત હોય છે જે તમે દેખાડી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખયું, ‘બહુ ઓછા લોકો આવી હિંમત હોય છે જે તમે કર્યું છે, તમારા નિર્ણયનો દિલથી સન્માન કરું છું.’
જણાવી દઇએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે જાહેરાત કરી હતી. રાહુલે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કહ્યું, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે હું 2019ની ચૂંટણીનું નુકસાન માટે જવાબદાર છું. અમારી પાર્ટીના ભવિષ્યના વિકાસ માટે જવાબદારી મહત્વપૂર્ણ છે. આ કારણ છે કે, હું કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
Few have the courage that you do @rahulgandhi. Deepest respect for your decision. https://t.co/dh5JMSB63P
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 4, 2019
રાહુલે ચાર પેજનો એક પત્ર પણ લક્યો જેમાં તેમણે કહ્યું, પાર્ટીના પુન:નિર્માણ માટે કઠોર નિર્ણયોની આવશ્યકતા હોય છે અને 2019ની નિષ્ફળતા માટે કેટલાક લોકોને જવાબદાર બનવું પડશે. તેમના પત્રમાં રાહુલે કહ્યું, આરએસએસ ભાજપના વિચારધારાના માતા-પિતા, દેશના સંસ્થાકીય માળખા પર કબજે કરવામાં સફળ રહ્યા. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવવાની માગ કરી.
રાહુલે કહ્યું કે, અમે ચૂંટણી કોઇ રાજકિય પાર્ટીની સામે નહીં પરંતુ અમે ભારતીય રાજ્યની સમગ્ર મશીનરીથી લડાઈ લડ્યા, જે દરેક સંસ્થા વિપક્ષના વિરુદ્ધ હતા. તેનાથી સાબિત થઇ ગયું છે કે, અમારી સંસ્થાગત તટસ્થતા હવે ભારતમાં હાજર નથી. રાહુલે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોને અટકાવી શકતી નથી. તેમણે કહ્યું કે, કોઇપણ કિંમત અથવા પ્રચાર ક્યારે સત્યના પ્રકાશને છૂપાવી શકતા નથી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે