દાદી ઈન્દિરા ગાંધીની સાથે સરખામણી કરવા મુદ્દે પ્રિયંકા ગાંધીએ પહેલીવાર તોડ્યું મૌન

 કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રાના બીજા દિવસે મંગળવારે કહ્યું કે, લોકો તેમની દાદી ઈન્દિરા ગાંધીનો ચહેરો હંમેશા તેમનામાં જુએ છે. કેમ કે, હજી પણ લોકો દિવંગત વડાપ્રધાનને યાદ કરે છે. તેમણે કરેલા કાર્યો માટે લોકો તેમનું સન્માન કરે છે. ગાંધી પરિવાર માટે ઈલેક્શન પિકનિક જેવું છે તેવા બીજેપીના આ આરોપનો જવાબ આપતા તેમણે કહ્યું કે, તેઓ પિકનિક તો ઈટલીમાં ઉજવે છે, પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઈટલી ગયા જ નથી. 

દાદી ઈન્દિરા ગાંધીની સાથે સરખામણી કરવા મુદ્દે પ્રિયંકા ગાંધીએ પહેલીવાર તોડ્યું મૌન

મિર્ઝાપુર/ભદોહી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રાના બીજા દિવસે મંગળવારે કહ્યું કે, લોકો તેમની દાદી ઈન્દિરા ગાંધીનો ચહેરો હંમેશા તેમનામાં જુએ છે. કેમ કે, હજી પણ લોકો દિવંગત વડાપ્રધાનને યાદ કરે છે. તેમણે કરેલા કાર્યો માટે લોકો તેમનું સન્માન કરે છે. ગાંધી પરિવાર માટે ઈલેક્શન પિકનિક જેવું છે તેવા બીજેપીના આ આરોપનો જવાબ આપતા તેમણે કહ્યું કે, તેઓ પિકનિક તો ઈટલીમાં ઉજવે છે, પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઈટલી ગયા જ નથી. 

મિર્ઝાપુરના સિંદૌરા ઘાટ પર ઉમટી પડેલી મોટી ભીડને સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યું કે, ઘણા લોકો કહે છે કે, હું મારી દાદી જેવી દેખાય છે. તમે તેમની સાથે તુલના કરે છે, કેમ કે તમારી લાગણી તેમની સાથે જોડાયેલી છે. તેમણે તમારા બધા માટે જે કામ કર્યા છે, તેથી તમે તેમનો આદર કરો છો.

તેમણે લોકોના વાયદા પૂરા ન કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર પર તીખા પ્રહાર કર્યા. ભટોલી ઘાટથી સિંદૌરા જવા માટે પ્રિયંકાએ નાનકડી નાવડી પર સવારી કરી, જેથી તેઓ ગંગાના કિનારે વસેલા ગામના લોકો સાથે વાત કરી શકે. સૂર્યાસ્ત થવા પર લોકોએ પોતાના મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરીને પ્રિયંકાને રસ્તા બતાવતા રહ્યા. લોકો સાથે વાતચીત બાદ તે મોટરબોટ પર જઈને બેસી ગયા. 

સવારમાં વિંધ્યવાસિની દેવી મંદિર પહોંચવા પર મંદિરની બહાર એકઠા થયેલા ભાજપા સમર્થકોએ મોદી સમર્થનમાં નારા લગાવ્યા. પ્રિયંકા આ સમયે થોડા અસહજ થઈ ગયા હતા. તેમણે મંદિર જઈને વિંધ્યવાસિનીની પૂજા કરી. આ પહેલા પ્રિયંકાએ ભદોહીમાં સીતા મંદિરમાં દર્શન-પૂજન કર્યું. 

અહી પ્રિયંકાએ કહ્યું કે, યોગી સરકારે બે વર્ષનો જે રિપોર્ટ કાર્ડ જાહેર કર્યો છે, તે જોવામાં બહુ જ સારુ લાગે છે, પરંતુ વિકાસ અને યોજનાઓ જમીની હકીકતથી કોઈ લેવાદેવા નથી. હું રોજ લોકોને મળી રહી છું અને બધા જ લોકો પીડિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news