જો રાહુલ ગાંધી રાજીનામાની જીદ્દ પકડી રાખશે તો ભાજપની ચાલ સફળ થઇ જશે: પ્રિયંકા
રાહુલ ગાંધી હજી પણ રાજનામાની જીદ્દ પકડીને બેઠા છે, જ્યારે પાર્ટીના સીડબલ્યુસી બેઠક ઉપરાંત તમામ સર્વોચ્ચ નેતાઓ આવું પગલુ નહી ભરવા માટે અપીલ કરી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં થયેલા પાર્ટીના પરાજય બાદ અધ્યક્ષ પદ પરથી રાજીનામાની રજુઆત કરી છે. જો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ તેમના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. જો કે રાહુલ ગાંધી હજી પણ પોતાનાં નિર્ણય પર અડગ છે. શનિવારે પાર્ટીના સર્વોચ્ચ નીતિ નિર્ધારણ એકમ કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠકમાં પોતાનાં રાજીનામાની રજુઆત કરતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પરાજય અંગેવિશેષ નારાજગી વ્યક્ત કરી હતી.
સુત્રોએ કહ્યું કે, રાહુલે બેઠકમાં તેમ પણ કહ્યું કે, અનેક મહત્વનાં મુદ્દાઓ ખાસ કરીને રાફેલને જમીની સ્તર પર લઇ જવા અંગે સફળતા મળી શકી નથી. પાર્ટી સુત્રો અનુસાર હારની નૈતિક જવાબદારી લેતા ગાંધીએ રાજીનામાની રજુઆત કરી તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ખાસ કરીને સોનિયા ગાંધી, અહેમદ પટેલ, પી.ચિદમ્બરમ અને પ્રિયંકા ગાંધીએ તેમને અટકાવ્યા. ત્યાર બાદ સીડબલ્યુસીના પ્રસ્તાવ પસાર કરીને તેમને રાજીનામાની રજુઆતને સર્વસમ્મતીથી રદ્દ કરી અને પાર્ટીમાં પરિવર્તનને મંજુરી માટે તેમને અધિકૃત કર્યા.
કોંગ્રેસ માટે 'હાનિકારક' છે રાહુલ ગાંધી, તેમ છતાં શા માટે છે જરૂરી, સમજો સંપૂર્ણ રાજનીતિ
ક્ષેત્રીય નેતાઓને જવાબદાર ગણાવ્યા
સુત્રો અનુસાર બેઠકમાં રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સહિત કેટલાક મોટા ક્ષેત્રીય નેતાઓનો ઉલ્લેખ કરતા નેતાઓની સગા સંબંધીઓને ટિકિટ માટેની જિદ્દ અને પોતાના સગાને ટિકિટ મળ્યા બાદ તે જ સીટો પર વધારે ધ્યાન આપવા સહિતનાં આરોપો લગાવ્યા.
મોટા નેતાઓએ ધ્યાન ન આપ્યું
આ બેઠકમાં હાજર નેતાઓએ તેની પૃષ્ટી કરી છે. બેઠકમાં હાજર એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, રાહુલ તે વાતથી વધારે નારાજ હતા કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પાર્ટીનો શરમજનક પરાજય થયો. તેમનું કહેવું હતું કે અમે આના કરતા અનેકગણુ સારુ પ્રદર્શન કરી શક્યા હોત. રાહુલે ગહલોત, કમલનાથ અને ચિદમ્બરમ જેવા મોટા ક્ષેત્રીય નેતાઓનું નામ લીધુ અને કહ્યું કે, આ નેતાઓએ પોતાનાં પુત્રોને ટિકિટ આપવા માટે જીદ કરી. ત્યાર બાદ તેમને જીતાડવા માટેના પ્રયત્ન કરતા રહ્યા અને પ્રદેશમાં ધ્યાન ન આપ્યું.
સુત્ર અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષે જે નેતાઓનાં નામ લીધઆ તેમણે કોઇ જવાબ આપ્યો નહોતો અને તેઓ ચુપ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને રાજસ્થાન અને ગુજરાતમાં એક પણ સીટ મળી શકી નથી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં માત્ર બે સીટો મળી છે. ગહલોત, કમલનાથ અને ચિદમ્બરના પુત્ર આ વખતે ચૂંટણી મેદાનમાં હતા. ગહલોત પુત્ર વૈભગ ગહલોત ચૂંટણી હારી ગયો. જો કે કમલનાથનો પુત્ર નકુલનાથ છિંદવાડાથી અને ચિદમ્બરનો પુત્ર કાર્તિ તમિલનાડુની શિવગંગા સીટથી ચૂંટણી જીતી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે