PM મોદી આજે કરશે 'ગતિ શક્તિ' યોજનાની શરૂઆત, વિકાસની સ્પીડને વધારવાનો છે હેતુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય સંપર્ક માટે આજે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરશે. આ રેલ અને સડક સહિત 16 મંત્રાલયોને જોડનાર એક ડિજિટલ મંચ છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય સંપર્ક માટે આજે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરશે. આ રેલ અને સડક સહિત 16 મંત્રાલયોને જોડનાર એક ડિજિટલ મંચ છે.
એક ટોચના સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આ યોજનાનો હેતું ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને એકકૃત બનાવવા અને સમન્વિત સંકલિત અમલીકરણને પ્રોત્સાહન આપવાનો છે. અધિકારીએ કહ્યું કે 16 મંત્રાલયો અને વિભાગોને તે તમામ પ્રોજેક્ટસ અને વિભાગોને તે તમામ પ્રોજેક્ટ્સને જીઆઇએસ મોડમાં નાખી દીધા છે. જેમને 2024-25 સુધી પુરા કરવાના છે. તેમણે જણાવ્યું કે 'ગતિ શક્તિ (Gati Shakti) આપણા દેશ માટે એક રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન થશે, જે સમગ્ર મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખશે. અત્યારે આપણા પરિવહનના સાધનો વચ્ચે કોઇ સમન્વય નથી. ગતિ આ તમામ બધાઓને દૂર કરશે.
આ મંચ ઉદ્યોગોની કાર્ય ક્ષમતાને વધારવામાં મદદ કરશે, સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે, ઉદ્યોગની પ્રતિસ્પર્ધાત્મકતાને વધારશે અને ભવિષ્યના આર્થિક ક્ષેત્રોના નિર્માણ માટે નવી સંભાવનાઓને વિકસિત કરવામાં મદદ પણ મળશે. અધિકારીએ કહ્યું કે ' અસંબંધિત યોજનાઓની સમસ્યાઓને દૂર કરશે, માનવીકરણની કમી, મંજૂરીના મુદ્દાઓને અને સમય પર નિર્માણ અને ક્ષમતાઓનો વધુ ઉપયોગ જેવા મુદ્દાને ઉકલશે.
એમઇઆઇટીવાય હેઠળ ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન અને જીઓ-ઇન્ફોર્મેટિક્સએ આ મંચને વિકસિત કર્યું છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઇઆઇટે) તમામ પ્રોજેક્ટસની દેખરેખ અને અમલીકરણ માટે નોડલ મંત્રાલય હશે. પ્રોજેક્ટના નિરિક્ષણ માટે એક રાષ્ટ્રીય યોજના ગ્રુપ નિયમિત રૂપથી બેઠક કરશે. કોઇપણ નવી જરૂરિયાતને પુરી કરવા માટે માસ્ટર પ્લાનમાં કોઇ ફેરફારને મંજૂરી આપવાને લઇને કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોના એક અધિકાર પ્રાપ્ત ગ્રુપ રચવામાં આવશે.
તમામ રાજ્યોમાંથી આ પહેલમાં સામેલ થવાનો આગ્રહ કર્યો છે, કારણ કે તેનાથી દેશભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને યોગ્ય અમલીકરણમાં મદદ મળશે અને આગળ જતાં મંચનો આંકડો અંગત ક્ષેત્રને પણ મદદ કરી શકે છે. અધિકારીએ કહ્યું કે રોડ, રેલવે, ટેલિકોમ, તેલ અને ગેસ જેવા મંત્રાલયોની પ્રોજ્ક્ટ્સ આ મંચ પર છે. અને તેનાથી કપડાં તથા ખાદ્ય મંત્રાલયોને પણ પોતાના પાર્કોની યોજના બનાવવામાં મદદ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે